Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

જીવનમાં ધૈર્ય રાખીને આગળ વધતા રહેવુ જોઇએ : પૂ.મોરારીબાપુ

વૃંદાવનમાં આયોજીત 'માનસ વૃંદાવન' શ્રીરામકથાનો પાંચમો દિવસ

રાજકોટ,તા. ૧૪: 'જીવનમાં ધૈર્ય રાખીને આગળ વધતા રહેવું જોઇએ' તેમ પૂ. મોરારીબાપુએ વૃંદાવનમાં આયોજીત 'માનસ વૃંદાવન' શ્રીરામકથાના પાંચમા દિવસે કહ્યુ હતું.

પૂ.મોરારીબાપુએ વધુમાં કહ્યુ કે આ મારી 'શાલ' ફકત શાલ નથી. પરંતુ એક 'મશાલ' છે.

પૂ.મોરારીબાપુએ ગઇ કાલે શ્રીરામકથામાં ચોથા દિવસે કહ્યુ કે, અધિકાર નહીં પણ અનુરાગ જરૂર છે. કારણ કે અમે નિમ્બાર્કીઓની ધર્મશાળા-મથુરા, શ્રીધામ-વૃંદાવન, ગોત્ર-અચ્યુત, વેદ-સામેવદ, કુળદેવી-રૂકિમણી, આહાર -હરિનામ, પરિક્રમા-વ્રજની પરિક્રમા હોય છે. અમે ગાઇએ રામને અને ખાઇએ છીએ કૃષ્ણને !આ કૃષ્ણ મથુરામાં જાય ત્યારે જે ક્રમ પસંદ કરે છે. સૌપ્રથમ ધોબીને મળે છે તે પહેલા કૂબજાને મળે છે ત્યારે છ વસ્તુ છે પણ સાતમી વસ્તુ નૃત્ય છૂટી ગયું છે ! મહાપુરૂષોની દરેક ચેષ્ટામાં વૈશ્વિક સંદેશ હોય. મહાપ્રભુ-ગૌરાંગ પણ સૌપ્રથમ ધોરબીને મળે છે. કૃષ્ણનો વશ, વંશ અને વંશી ત્રણેય પવિત્ર છે. અહીં સંકેત છે કે જે વંદનીય કે નિંદનીય હોય તેને સૌપ્રથમ મળવું જોઇએ. પછી દરજીને મળે છે જે સાંધવાનું જોડવાનું કામ કરે છે પછી માળીને મળે છે જે જગત આખાને સુગંધ બાટે છે.

પૂ.મોરારીબાપુએ વધુમાં કહ્યુ કે આ માનસના સાત કાંડમાં બાલકાંડ-સૌદર્ય, અયોધ્યાકાંડ -સુકુમારતા -માસુમિયત, અરણ્યકાંડ-રસિકતાનો કાંડ, અરણ્યકાંડ -મંદમંદ મુસ્કાનનો, સુંદરકાંડ-પ્રેમલાપથી, લંકાકાંડ -કૃપાદ્રષ્ટિ અને ઉત્તરકાંડ નૃત્યનો કાંડ છે.

(4:16 pm IST)