Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

દક્ષિણ આફ્રિકાએ ભારતની રસીના ૧૦ લાખ ડોઝ અન્ય દેશોને વેંચી નાખ્યા

દક્ષીણ આફ્રિકાના  સ્વાસ્થ્ય મંત્રી જવેલી મખીજે ભારતની સીરમ ઇન્સ્ટીટયુટની કોરોના રસી એસ્ટ્રાજેનકાના ૧૦ લાખ ડોઝ વેચવાની પુષ્ટી કરી છે. તેમને ગયા મહિને ખેપ મોકલાઇ હતી.

કોરોના વાયરસના નવા સ્વરૂપ વિરૂધ્ધ રસીના સીમીત પ્રભાવ હોવાની વાત સામે આવ્યા બાદ આફ્રિકાએ પોતાના સ્વાસ્થ્ય કર્મીઓને રસી આપવાની યોજના હાલ સ્થગીત કરી છે અને તેને ૧૪ આફ્રિકી દેશોને વેચી દીધી છે.

દક્ષિણ આફ્રિકાએ હજારો સ્વાસ્થ્ય કર્મીઓને સુરક્ષા પ્રદાન કરવા એક અન્ય રસી લગાડવાનો વિકલ્પ પસંદ કર્યો છે. જો કે દેશમાં રસીના વિતરણમાં મોડુ થવાની વચ્ચે ત્રણ તબકકામાં નિર્ધારીત રસીકરણ ધીમી ગતિએ આગળ વધતા ચિંતા વ્યકત કરી  છે. સ્વાસ્થ્ય મંત્રી જવેલીએ જણાવેલ કે પાછલા કેટલાક અઠવાડીયામાં વિભાગએ સુનિશ્ચિત કરવુ પડેલ કે આફ્રિકી સંઘર સી અધીગ્રહણ ટીમ દ્વારા રસી લેનાર જે દેશોની ઓળખ કરી છે તેમની પાસે અનુમતી પરમીટ અને લાઇસન્સ હોય.

(3:20 pm IST)