Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

આંખોમાંથી લોહી નીકળે તેવો તાવ... ડાયેરિયા... HIV... ઇબોલા જેવી બિમારી ટપકી શકે છે : CEPIનો રિપોર્ટ

કોરોના બાદ કહેર વર્તાવી શકે છે ૧૬ બિમારી

કોરોના બાદ ૧૬ બિમારી દરવાજે બેઠી હશે જ્યારે ૨૭ લાઇનમાં હશે : આ બિમારીઓ આવશે તો મોટી આફત ઉભી થશે

નવી દિલ્હી તા. ૨૪ : એક વર્ષથી આખી દુનિયા કોરોના સામે લડી રહી છે. ચીનથી શરૂ થયેલો આ વાયરસ આખી દુનિયામાં તબાહી મચાવી ચૂકયો છે. ૨૭ લાખથી વધારે લોકોના મોત થયા છે. ૧૨ કરોડથી વધારે લોકો આ ખતરનાક વાયરસથી સંક્રમિત થઈ ચૂકયા છે પણ હવે એક નવો ડરામણો રિપોર્ટ સામે આવ્યો છે. તેમાં ૧૬ બીમારીઓ એવી બતાવાઈ છે જે કોરોના વાયરસ બાદ કહેર વર્તાવી શકે છે.

માઈક્રોસોફટના સંસ્થાપક બિલ ગેટ્સના ગ્રૂપે આ માટેની ચેતવણી જાહેર કરી છે. CEPI નામના ગ્રૂપનું ફંડિંગ બિલ ગેટ્સ કરે છે. આ ગ્રૂપે દુનિયાને ચતવણી આપી છે કે જો સમય રહેતા જ યોગ્ય પગલાં નહીં લેવાય તો આ ખતરનાક બીમારી તબાહી રોકવા માટે અસરકારક નીવડશે નહીં. આ બીમારી મહામારી બનવાથી થોડા પગલાં જ દૂર છે. 

 CEPIના રિપોર્ટમાં કહેવાયું છે કે ૧૬ એવી બીમારીઓ છે જે ઝડપથી ફેલાઈ રહી છે. આ સિવાય ૨૭ બીમારીઓ છે જેમાં મહામારી બનવાની ક્ષમતા છે. આ રિપોર્ટમાં કોરોનાવાયરસના અન્ય સ્વરૂપ જેવા કે SARS અને  MERS ના ખતરાને પણ ગણાવાયો છે. રિપોર્ટ અનુસાર ફરીથી ફેલાઈ રહેલો કોરોના વાયરસ SARS અને  MERSની સાથે મળી જશે તો ઘાતક બની શકે છે. આવું થશે તો માનવજાતિ માટે ખતરો ગણાશે. આ ડરાવનારા રિપોર્ટમાં  HIV અને Ebola જેવી બીમારીઓને ફરીથી પરત ફરવાની આશંકા ગણાવાઈ છે. 

એક રિપોર્ટ અનુસાર કોરોના એક બીમારી હતી. આ વાયરસથી પરિવારોને ૧૬ લાખ વાયરસનો ખ્યાલ નથી. માનવામાં આવી રહ્યું છે કે આ વાયરસ પશુઓ અને પક્ષીઓમાં હાજર છે. તેમાંથી કોઈ પણ આવનારો કોરોના વાયરસ બનીને બહાર આવી શકે છે.

Cryptosporidiosis ડાયરિયાનું એક સ્વરૂપ છે જે સૂક્ષ્મ પરજીવીથી ફેલાય છે. જે માણસ અને પશુના આંતરડામાં લાંબા સમય સુધી જીવિત રહી શકે છે. સ્વિમિંગ પુલ, હોટ ટબ, જકૂજીમાં પણ તે મળી શકે છે. બાળકોમાં આ બીમારી ઘાતક બની શકે છે. ઈમ્યુન સિસ્ટમ નબળી હશે તો મોત પણ થઈ શકે છે. અનેક કેસમાં ચહેરા પર સોજા, મોઢા- નાક- ગુપ્તાંગથી લોહી નીકળવું અને દૌરા પડવાની સ્થિતિ બની શકે છે. ૨૫ ટકા લોકોમાં બીમારી બાદ લોકો સાંભળવાની ક્ષમતા ખોવી બેસે છે. 

ઉંદરથી અનેક જૂનોટિક રોગ માણસોમાં ફેલાઈ શકે છે. વ્હાઈટ વાટર આરોયોથી કેલિફોર્નિયામાં ૩ મહિલાના મોત થયા છે. આ જંગલમાં રહેતા ઉંદરથી ફેલાય છે. તેમાં લીવર પણ ફેલ થાય છે. લાસા તાવ આફ્રિકાના અનેક ભાગમાં ફેલાયો છે. નાઈજિરિયામાં તેનાથી ૧૪૪ લોકોના મોત થયા છે. ઉંદરથી ફેલાતી બીમારી હંતાવાયરસ ૧૯૯૩માં આવી તેમાં ૩૬ ટકા મોત નક્કી છે. આ રીતે હિપેટાઈસીસ સીએ ૨૦૧૬માં ૪ લાખ લોકોના જીવ લીધા. મૈડ કાઉ, એચઆઈવી, બર્ડ ફલૂ અને ઈબોલાના ખતરા પણ વધી રહ્યા છે.

(10:24 am IST)