Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

ભૂલથી ગાર્ડ ઓફ ઓનર આપી દીધું... હવે પાછું કેવી રીતે લેવું ?

ઘણી વખત નાણા કે ચીજ વસ્તુઓ ભૂલમાં આપી દેવામાં આવે તો તેની પાછી વસુલાત કરી શકાય છે, પણ માન-સન્માન પાછું કેવી રીતે લેવું તે એક યક્ષપ્રશ્ર બની રહે છે. આવો જ એકપ્રશ્ર ઉત્ત્।રાખંડની પોલીસની સામે સર્જાયો છે. ઉત્ત્।રાખંડના ભાજપના પ્રદેશ અધ્યક્ષ મદન કૌશિક હેલિકોપ્ટરમાં બેસીને બાગેશ્વર પહોંચ્યા હતા. ત્યાં ઉપસ્થિત જવાનોએ હેલિકોપ્ટરમાંથી વીઆઇપીને ઉતરતાં જોઈને કોઈ આદેશ કે માહિતી વિના જ તેમને ગાર્ડ ઓફ ઓનર આપી દીધું હતુ. પ્રોટોકોલ પ્રમાણે કોઈ પક્ષના પ્રદેશ અધ્યક્ષને આ પ્રકારનું સન્માન આપવામાં આવતું હોતું નથી. આખુ કોળું શાકમાં ગયુ હોવાનો ખ્યાલ આવતા બાગેશ્વરના એસપીએ જણાવ્યું હતુ કે, અમે ભૂલથી ગાર્ડ ઓફ ઓનર આપી દીધું છે. હવે આ મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે !

(10:09 am IST)