Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

DGCAની મોટી જાહેરાત : 30 એપ્રિલ સુધી તમામ આંતરરાષ્ટ્રીય ઉડાનો પર પ્રતિબંધ

આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે લાગુ સસ્પેન્શન 30 એપ્રિલ 2021 સુધી વધારી દેવાયો

ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર આવી હોય તેમ સતત કેસોમાં વધારો થઈ રહ્યો છે. આવા સમયે હાલમાં ભારતમાં કોરોનાના વધતા કેસને લઈને વધુ એક સખ્તાઈથી પગલાં ભરવા માંડી છે. આવી સ્થિતિમાં, ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) એ બધી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે લાગુ સસ્પેન્શન 30 એપ્રિલ 2021 સુધી વધારી દીધું છે.

અર્થાત આવતા મહિનાના અંત સુધી બધી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. વળી, ડીસીસીએ ઓફિસે કહ્યું છે કે જો જરૂર જણાશે તો સંબંધિત આંતરરાષ્ટ્રીય માર્ગો પર સંબંધિત અધિકારીઓની મંજૂરીથી ફ્લાઇટ્સ ચલાવવામાં આવી શકે છે.

ફેબ્રુઆરીના અંતમાં, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે અનેક દેશોમાંથી આવતી ફ્લાઇટ્સ અને મુસાફરો માટે સુધારેલી માર્ગદર્શિકાઓનો એક સેટ બહાર પાડ્યો. આ દિશા નિર્દેશો બ્રિટન, યુરોપ અને મધ્ય પૂર્વથી ફ્લાઇટ્સ દ્વારા આવતા તમામ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે લાગુ કરવામાં આવી હતી. નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ ગાઈડલાઈન (એસઓપી) 22 ફેબ્રુઆરી 2021 થી લાગુ કરવામાં આવી.

(12:00 am IST)