Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સોમનાથ ભારતીને 2 વર્ષની જેલસજા : 2016 ની સાલમાં AIIMS ની દીવાલ ઉપર બુલડોઝર ફેરવાવી દીધું હતું : મેજિસ્ટ્રેટ કોર્ટે ફરમાવેલી સજા દિલ્હી અપીલ કોર્ટે માન્ય રાખી

ન્યુદિલ્હી : 2016 ની સાલમાં દિલ્હી ખાતેની AIIMS ની દીવાલ ઉપર બુલડોઝર ફેરવાવી દેવાના આરોપસર મેજિસ્ટ્રેટ કોર્ટે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સોમનાથ ભારતીને ફરમાવેલી બે વર્ષની સજા દિલ્હી અપીલ કોર્ટે માન્ય રાખી છે.

સોમનાથ ભારતીએ તેમને ફરમાવાયેલી સજાની વિરુદ્ધ દિલ્હી અપીલ કોર્ટમાં કરેલી અપીલના અનુસંધાને  વિશેષ ન્યાયાધીશ (સાંસદો / ધારાસભ્યોના કેસો) વિકાસ ધુલ દ્વારા મેજિસ્ટ્રેટ કોર્ટના ચુકાદાને અંશતઃ માન્ય રાખવામાં આવ્યો હતો.
અપીલનો નિર્ણય કરતી વખતે અદાલતને કલમ 147/149 આઈપીસી હેઠળ દોષિત ઠેરવવામાં કોઈ ગેરકાયદેસરતા મળી ન હતી .તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)