Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

અભિનેતા સંજય દત્તે લગાવી કોરોના વેક્સિન ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેયર કરી આપી માહિતી

અભિનેતા સંજય દત્તે લગાવી કોરોના વેક્સિન ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેયર કરી આપી માહિતી

મુંબઈ : બૉલીવુડ અભિનેતા સંજય દત્તે બીકેસી જમ્બો વેક્સીનેશન સેન્ટરમાં આજે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લગાવ્યો છે વેક્સિન લગાવતા સંજય દત્તનો ફોટો પણ સામે આવ્યો છે. સંજય દત્ત આ દરમિયાન વેક્સિન લગાવતા કેમેરા સામે જોઈ પોજ આપી રહ્યા છે. સંજય દત્તે પણ પોતે ઈન્સ્ટાગ્રામ સ્ટોર પર પોતાનો ફોટો શેયર કર્યો છે. ફોટો શેયર કરવાની સાથે સંજય દત્તે તમામ ડોકટર્સ અને સમગ્ર ટીમનો આભાર માન્યો .

તાજેત્તરમાં જ સંજયે દત્તે પોતાનો લુક પણ ચેન્જ કર્યો છે. તેનો ફોટો સોશિયલ મીડિયા પર પણ શેયર કર્યો હતો, જેની પર ફેન્સ ખૂબ રિએક્ટ કર્યુ હતું.ગયા વર્ષે જ સંજય દત્ત કેન્સરનો શિકાર થયા હતા. તેમને લંગ કેન્સર થયું હતું. આ ઘટના ઓગસ્ટ 2020ની છે. તેના થોડા મહિના બાદ ઓક્ટોબરમાં તેમને ટ્વીટ કર્યુ હતું કે થોડા અઠવાડિયાનો સમય મારા માટે મુશ્કેલભર્યો હતો. સંજય દત્ત હાલમાં ઘણા ફિલ્મ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. સંજય દત્ત છેલ્લી વખત આલિયા ભટ્ટ, આદિત્ય રોય કપૂરની સાથે સડક-2માં નજર આવ્યા હતા. તેઓ ફિલ્મ કેજીએફ ચેપ્ટર 2માં નજર આવશે. જે 16 જુલાઈએ રિલીઝ થશે. ફિલ્મમાં સંજય સિવાય યશ અને રવીના ટંડન લીડ રોલમાં છે.

(12:51 am IST)