Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

દેશમાં કોરોનાનો વધતો કહેર :24 કલાકમાં 47,100 નવા કેસ : વધુ 275 લોકોના મોત: એક્ટિવ કેસ વધીને 3.65 લાખને પાર

મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 28,699 નવા કેસ અને 132 નાગરિકોના કોરોનાથી મોત

નવી દિલ્હી : દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 47,100 નવા કેસ નોંધાયા છે જેમાં કુલ 275ના મોત થયા છે. બીજી તરફ એક્ટિવ કેસ વધીને 3.65 લાખને પાર પહોંચી ગયા છે. મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 28,699 નવા કેસ નોંધાયા છે. એકલા મહારાષ્ટ્રમાં જ 132 નાગરિકોના કોરોનાથી મોત નીપજ્યા છે.

(11:59 pm IST)