Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

IAAC એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે સુશ્રી સુમન ગોલ્લામુડીની નિમણુંક : ન્યૂયોર્ક ટ્રી-સ્ટેટ એરિયામાં ભારતીય કળા અને સંસ્કૃતિને નવી ઉંચાઈએ લઇ જવા કટિબદ્ધ

ન્યુયોર્ક : ઈન્ડો અમેરિકન આર્ટસ કાઉન્સિલ ( IAAC )  એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે સુશ્રી સુમન ગોલ્લામુડીની નિમણુંક થઇ છે.

ઇન્ડિયન  અમેરિકન મહિલા સુશ્રી સુમને  તાજેતરમાં જ IAAC માર્કેટિંગના ડિરેક્ટર તરીકે ફરજ બજાવી હતી  . જે અંતર્ગત તેમણે  ઇન્ડો-અમેરિકન આર્ટ્સ કાઉન્સિલ અને ન્યુ યોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલના બ્રાંડિંગ અને સંદેશાવ્યવહારના પ્રયત્નો તેમજ સમુદાયમાં સંબંધો વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

ઉપરોક્ત હોદા ઉપર નિમણુંક થતા સુશ્રી સુમને જણાવ્યું હતું કે તેઓ  ઈન્ડો-અમેરિકન આર્ટ્સ કાઉન્સિલને નવી ઊંચાઈએ લઇ  જવા પર ધ્યાન કેન્દ્રિત કરશે .

ઇન્ડો-અમેરિકન આર્ટ્સ કાઉન્સિલના અધ્યક્ષ ડો.નિર્મલ મટ્ટૂએ જણાવ્યું હતું કે સુશ્રી સુમન બોર્ડની પસંદગીમાં સ્પષ્ટપણે ઉભરી આવ્યા હતા.તેઓ કાઉન્સિલ માટે સંપૂર્ણપણે પ્રતિબધ્ધ જણાયા છે .

સુશ્રી સુમંતે જણાવ્યું હતું કે “ન્યૂયોર્ક ટ્રાઇ-સ્ટેટ એરિયામાં ભારતીય કળા અને સંસ્કૃતિના આ અગ્રણી સમર્થકની સુરક્ષા માટે મારામાં મૂકવામાં આવેલા વિશ્વાસ માટે હું આભારી છું.તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(6:39 pm IST)