Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

ઓસ્ટ્રેલિયાની પાર્લામેન્ટમાં મહિલાઓ સાથે ખુલ્લેઆમ સેક્સ અને ,માસ્ટરબેશન : વિડિઓ વાઇરલ થતા સ્કોટ મૉરીશનની સરકારના પાયા હચમચી ગયા : પ્રાઈમ મિનિસ્ટર સ્કોટે ઘટનાને શરમજનક અને ઘૃણાસ્પદ ગણાવી

મેલ્બર્ન : ઓસ્ટ્રેલિયાની સંસદમાં મહિલાઓ સાથે ખુલ્લેઆમ સેક્સ અને ,એક મહિલા સામે ઉભા રહી હસ્તમૈથુન કરી રહેલા સાંસદનો વિડિઓ વાઇરલ થતા તરખાટ મચી ગયો છે.  

વડા પ્રધાન સ્કોટ મોરિસન સરકારના સભ્યોના સેક્સના  વીડિયો બાદ રાજકીય તોફાન પ્રકાશમાં આવ્યું છે. આ વિડિઓમાં, એક વ્યક્તિ સ્ત્રી સાંસદના ડેસ્ક પાસે હસ્તમૈથુન કરી રહી છે. આ આશ્ચર્યજનક ઘટસ્ફોટ બાદ, મંગળવારે, સ્કોટ મોરીસનની સરકાર અન્ય એક મોટા કૌભાંડમાં ફસાઇ ગઈ છે. વડાપ્રધાને આ ઘટનાને અત્યંત શરમજનક અને ઘૃણાસ્પદ ગણાવી છે.

વડા પ્રધાન મોરિસનનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે બીજી મહિલા સરકારી કર્મચારી પર બળાત્કારનો મામલો ન સંભાળવા માટે તેના કર્મચારી દ્વારા તેમના પર ઘણા દબાણ છે. ઓસ્ટ્રેલિયન સરકારના આ સેક્સ વીડિયોને ગ્રુપ ચેટ પર શેર કરવામાંઆવ્યો  હતો  જે કોઈએ લીક કર્યો  છે. પરિણામે મીડિયામાં આ વીડિયો સામે આવ્યા બાદ હંગામો થયો છે.

આરોપીઓ સામે દેશભરમાં જોરશોરથી દેખાવો શરૂ થઇ ગયા  છે. આ કામગીરીમાં ઓસ્ટ્રેલિયાની  મહિલા સાંસદો પણ શામેલ છે. બીજી તરફ, વીડિયો લિક કરનાર વ્યક્તિની ઓળખ ટોમ તરીકે થઈ છે. તેમણે કહ્યું કે સરકારી સેવકો અને સાંસદો સેક્સ માણવા માટે  પ્રાર્થના હોલનો ઉપયોગ  કરે છે. તેમણે આરોપ લગાવ્યો કે સંયુક્ત સરકારના સાંસદોને ખુશ કરવા સંસદ ભવનની અંદર સેક્સ વર્કરો લાવવામાં આવે છે.

ટોમે જણાવ્યું  કે અશ્લીલ ફોટાઓનું વારંવાર કર્મચારીઓ વચ્ચે આદાન પ્રદાન  કરવામાં આવે છે. તે એટલું બધું છે કે તે હવે સામાન્ય થઇ ગયું છે. તેમણે કહ્યું કે અહીંનો પુરૂષ સ્ટાફ વિચારે છે કે તે કંઇ પણ કરી શકે છે. આ લોકો એમ પણ માને છે કે તેમણે કોઈ કાયદો તોડ્યો નથી કે તેઓ નૈતિક રીતે ભ્રષ્ટ છે. દરમિયાન, આ ઘટસ્ફોટ બાદ સરકારે તાત્કાલિક તેના એક કર્મચારીને નોકરીમાંથી કાઢી મુક્યો છે. મહિલા બાબતોના પ્રધાન મરીઝ પેને કહ્યું કે સરકારે આ સમગ્ર મામલાની તપાસ કરવી જોઈએ.તેવું એન.ટી.દ્વારા જાણવા મળે છે.

(1:58 pm IST)