Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

ગુજરાતી અમેરિકન સુશ્રી સ્નેહલબેન તથા શ્રી વિમલભાઈ પટેલની લાડકવાયી પુત્રી 5 વર્ષીય માયાની ચિર વિદાય : શ્રેયપોર્ટ લુસિયાના ખાતે 21 માર્ચ રવિવારે અંતિમ શ્વાસ લીધા

લુસિયાના : યુ.એસ.માં શ્રેયપોર્ટ લુસિયાના સ્થિત ગુજરાતી અમેરિકન સુશ્રી સ્નેહલબેન તથા શ્રી વિમલભાઈ પટેલની લાડકવાયી પુત્રી 5 વર્ષીય માયાએ ચિર વિદાય લીધી છે. તેણે 21 માર્ચ રવિવારના રોજ  અંતિમ શ્વાસ લીધા હતા.

સ્નેહલબેન ગુજરાતના પારડી ( અરાક ) ગામના શ્રી ચીમનભાઈ બેચરભાઈ પટેલના પુત્રી છે.

સ્નેહલબેનના પરિવારને ન પુરી શકાય તેવી ખોટ પડી છે.પરમ કૃપાળુ પરમાત્મા સદગત માયાના પરમ પવિત્ર આત્માને શાંતિ આપે તથા તેના પરિવારને આઘાત જીરવવાની શક્તિ આપે તેવી પ્રાર્થના .
         ૐ શાંતિ    :  ૐ  શાંતિ    :   ૐ શાંતિ : જય  શ્રીકૃષ્ણ

(12:06 pm IST)