Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

વેંટિલેટર ખતમ થયા, લોકો મરી જશે, ન્‍યુયોર્કના મેયરની દર્દભરી પ્રતિક્રિયા

સેનાને કામે લગાડવાની અપીલ કરી : કોરોના વાયરસએ દુનિયાની મહાશકિતને હચમચાવી નાખી

ન્‍યુયોર્ક : મનાતા દેશોની સ્‍વાસ્‍થ્‍ય વ્‍યવસ્‍થાની પોલ ખુલી કરી દીધી છે. ઇટાલીલ, સ્‍પેન પછી અમેરિકા પણ આ લિસ્‍ટમાં સામેલ થયેલ છે જયાં રોકોના વાયરસના વધતા મામલને ધ્‍યાને લઇ જલ્‍દી હોસ્‍પીટલમાં દર્દીઓના ઉપચાર માટે આવશ્‍યક ઉપકરણોની કમી વર્તાવા લાગી છે દેશના બધા મોટા શહેરોમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્‍યું છે.

ન્‍યુયોર્કના મેયર બિલ ડી બ્‍લાસિયોઅે કહ્યું અમેરિકામાં કોરોનાના સૌથી વધારે મામલા સામે આવ્‍યા છે. અેમણે સ્‍પષ્‍ટ કહ્યું ફકત ૧૦ દિવસ પછી વેંટિલેટર, સર્જિકલ માસ્‍ક અને અન્‍ય વસ્‍તુઓની અછત થશે. અેમણે રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પને અપીલ કરી કે તત્‍કાલ આવશ્‍કય ચિકિત્‍સકીય આપૂર્તિ, વિતરણ અને ઉત્‍પાદનને વધારવા સેનાને કામે લગાડે. અેમણે કહ્યું જો અમને આગામી ૧૦ દિવસમાં વેન્‍ટીલેટર નહીં મળે તો લોકો મરી જશે. હોસ્‍પિટલોને આર્થિક મદદ કરો. આ મહામારી ૧૯૩૦ની મહામંદી પછીનું સૌથી મોટુ ઘરેલું સંકટ ગણાવ્‍ય઼ુ.

(11:23 pm IST)