Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

ભારતમાં હન્ટાથી કોઇ જ દહેશત ન હોવાનો ધડાકો

માનવીથી માનવીમાં ફેલાતો નથી

નવીદિલ્હી, તા. ૨૪ : હન્ટા વાયરસને લઇને હવે ચર્ચા છે. ભારતને કેટલો ખતરો છે તેને લઇને પણ ચર્ચા છેડાઈ છે. વાયરસ ઉંદરોમાં જોવા મળે છે. માનવીમાં તેના ઇન્ફેક્શનના કેસ દુર્લભ રહેલા છે. કારણ કે સૂર્યપ્રકાશની રોશનીમાં આવ્યા બાદ વાયરસ ખતમ થઇ જાય છે. એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં વાયરસ ફેલાતો નથી. નોવેલ કોરોના વાયરસ બાદ વાયરસ સપાટી ઉપર આવ્યો છે. તમામ લોકો જાણે છે કે, વર્ષ ૨૦૦૮માં તમિળનાડુમાં હન્ટા વાયરસ ફેલાયો હતો. મુંબઈમાં ૨૦૧૬માં એક વ્યક્તિનું મોત પણ થયું હતું. રિપોર્ટ મુજબ ફેફસાથી બ્લિડિંગ રોગમાં થાય છે. ભારતમાં પ્રકારના રોગનો ખતરો રહેલો નથી. તમિળનાડુના વેલ્લોર જિલ્લામાં હન્ટા વાયરસ ફેલાયો હતો. તે વખતે ઇરુલ્લા સમુદાયના ૨૮ લોકો અસરગ્રસ્ત થયા હતા.

(7:59 pm IST)