Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

કોરોના પોઝીટીવ વાળી મહિલાએ ચર્ચમાં ૧૨૦૦ લોકોને ચેપ વળગાડયોઃ અનેક મોત

કોરોના વાયરસના કારણે હાલ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચેલો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ આ બિમારીના કારણ આંતરરાષ્ટ્રીય મહામારી જાહેર કરી છે. આ બિમારીના કારણે અત્યાર સુધીમાં હજાર લોકોના મોત થયા છે. આ વાયરસથી બચાવ માટે અનેક લોકો આગળ આવી રહ્યા છે, ત્યારે અમુક બેજવાબદાર લોકોના કારણે મુશ્કેલીમાં પણ મુકાવાનો વારો આવે છે. આવી જ એક દ્યટના સામે આવી છે દક્ષિણ કોરિયામાં, જયાં એક મહિલાની બેદરકારીના કારણે હજારો લોકો કોરોના વાયરસની ઝપટમાં આવ્યા છે.હકીકતમાં જોઈએ તો, દક્ષિણ કોરિયાના વૈજ્ઞાનિકોએ એ શોધી કાઢ્યું છે કે, કેવી રીતે એક મહિલાના કારણે સમગ્ર દેશમાં કોરોના વાયરસના હજારો કેસ ઉભા થયા.  એક મહિલા કે, જે કોરોના સંક્રમિત હતી, તેણે સાઉથ કોરિયાના શેંચોંજી ચર્ચમાં ગઈ. જયાં ૧૨૦૦ લોકો આ વાયરસના ઝપેટમાં આવ્યા. ત્યાર બાદ આ મહિલાને તાવ આવતા હોસ્પિટલમાં ગઈ જો કે, આ મહિલાએ ત્યાં પણ કોરોનાને ધ્યાને લીધો નહીં, જે બાદ હોસ્પિટલમાં ૧૯૯ લોકોને કોરોનાનો ચેપ લાગ્યો.

(3:21 pm IST)