Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

કોરોનાના કહેર વચ્ચે ઉમર અબ્દુલ્લા 7 મહિના બાદ નજરબંધીમાંથી મુક્ત

ગત 5 ઓગસ્ટે ઉમર અબ્દુલ્લાને કેદ કરાયેલ : સરકારે ઉમર પર PSA લગાવ્યો હતો

શ્રીનગર : જમ્મુ - કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાને કેદમાંથી મુક્ત કરવાનો નિર્ણય કર્યો હતો.   રાજ્ય સરકારે ઉમર અબ્દુલ્લાને મુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ પહેલા તેમના પિતા અને પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાને મુક્ત કરવામાં આવ્યા હતા.

   જમ્મુ- કાશ્મીરના અનુચ્છેદ 370 હટાવવા અને રાજ્યને બે ભાગમાં વહેંચવામાં આવ્યું હતુ. 5 ઓગસ્ટના રોજ ઉમર અબ્દુલ્લાને કેદ કરવામાં આવ્યા હતા. તેમના પર પબ્લિક સેફ્ટી એક્ટ પણ લગાવવામાં આવ્યો હતો. ઉમર પર આક્ષેપ હતો કે તે પોતાના ફેસબુકની પોસ્ટના માધ્યમથી લોકોને ભડકાવવાનું કામ કરે છે. આ મુદ્દે ઉમરની બહેન સારાએ સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી હતી.

ઉમર અબ્દુલ્લાની બહેન સારા અબ્દુલ્લાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. અરજીના મુદ્દે સુપ્રીમ કોર્ટે આ મહિને સુનવણી કરતા જમ્મુ- કાશ્મીર વહીવટી તંત્રને પુછ્યુ હતું કે અબ્દુલ્લાને કેમ મુક્ત ન કરી શકાય. તેનું કારણ આપો. સાથે સાથે કોર્ટે કહ્યું હતું કે જો તમે અબ્દુલ્લાને મુક્ત કરી રહ્યા છો તો ઝડપથી કરો એ પછી અમે તેની બહેને કરેલી અરજી પર સુનવણી કરશું.

(1:05 pm IST)