Gujarati News

Gujarati News

News of Sunday, 24th March 2019

પાકિસ્તાનને જવાબ આપે તેવા વડાપ્રધાનની જરૂર છે

મહામિલાવટ અને મહાગઠબંધનમાં લીડર નથી : રાહુલ એર સ્ટ્રાઈકના પુરાવાઓ માંગે છે ત્યારે પાકિસ્તાન સંસદમાં તાળીઓ વાગે છે : આગરા ખાતે અમિત શાહના પ્રહારો

આગરા, તા. ૨૪ : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે આગરામાં એક ચુંટણી રેલીને સંબોધતા વિપક્ષ પર તેજાબી પ્રહાર કર્યા હતા. અમિત શાહે વિપક્ષી નેતાઓ પર પ્રહાર કરતા કહ્યું હતું કે પ્રજા માત્ર એટલા માટે વોટ આપતી નથી કે કોઈને વડાપ્રધાન બનવાની ઈચ્છા અધુરી રહી ગઈ છે. વડાપ્રધાન બનવાની ઈચ્છામાં વય નિકળી રહી છે અથવા તો કોઈને વડાપ્રધાન બનવાની ઈચ્છા છે. ભાજપ પ્રમુખે કહ્યું હતું કે એકબાજુ દેશના વિકાસ કરનાર નરેન્દ્ર મોદી છે જેમની સરકાર ઉપર પાંચ વર્ષમાં ભ્રષ્ટાચારના કોઈ કેસ લાગ્યા નથી. બીજી બાજુ મહાગઠબંધન અને મહામિલાવટ છે. જે જાતીય અને ધર્મવાળી સરકાર ઈચ્છે છે. આગરામાં સભાને સંબોધતા અમિત શાહે કહ્યું હતું કે અમને દેશની સુરક્ષા માટે વડાપ્રધાનની પસંદગી કરવી છે. એવા વડાપ્રધાનની પસંદગી કરવી છે જે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી શકે. કોઈની વય નિકળી રહી છે અથવા તો કોઈને વડાપ્રધાન બનવાના શોખ થયેલા છે. તેવી ઈચ્છા ધરાવનારની પસંદગી કરવી નથી.

એકબાજુ મોદી છે, બીજી બાજુ મહાગઠબંધન અને મહામિલાવટ છે. મહામિલાવટ અને મહાગઠબંધન પાસે વડાપ્રધાન પદ માટે કોઈ ઉમેદવાર નથી. અમિત શાહે કહ્યું હતું કે માયાવતી મોદીને હટાવવા માટે કહે છે પરંતુ જ્યારે તેમને પૂછવામાં આવે છે તો તેઓ ચુંટણી ક્યાંથી લડશે તો કહે છે કે તેઓ ચુંટણી લડશે નહીં. શરદ પવાર, અખિલેશ યાદવ, મમતા બેનર્જી, સ્ટાલિન, ચંદ્રબાબુ નાયડુ તમામ લોકો કહે છે કે મોદીને હટાવવાની જરૂર છે. જ્યારે તેમને ચુંટણી લડવા માટે કહેવાય છે ત્યારે જવાબ મળતા નથી. છ કરોડ મહિલાઓને મોદી શાસનમાં ગેસ કનેકશન મળ્યા છે. આ ઉપરાંત કોઈપણ જાતિ વગર ૧૩ કરોડ ખેડુતોના ખાતામાં છ હજાર રૂપિયા જમા કરવામાં આવી રહ્યા છે. પાંચ વર્ષમાં મોદી સરકાર અને બે વર્ષમાં યોગી સરકારમાં ભ્રષ્ટાચારના કોઈ આરોપ નથી. રાહુલ ઉપર પ્રહાર કરતા અમિત શાહે ક્હ્યું હતું કે રાહુલ ગાંધી સેનાથી પુરાવા માંગે છે ત્યારે પાકિસ્તાની સંસદમાં તાલીઓ વાગે છે.

 

(9:29 pm IST)