Gujarati News

Gujarati News

News of Sunday, 24th March 2019

લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસની નવમી યાદી જાહેર :વધુ 10 ઉમેદવારોની જાહેરાત:કાર્તિ ચિદમ્બરને શિવગંગાથી ટિકિટ

તારિક અનવરને કટિહારથી, મોહદ જાવેદને કિશનગંજથી અને ઉદય સિંહ ઉર્ફે પપ્પુ સિંહને પુર્નિયાથી મેદાનમાં ઉતાર્યા

નવી દિલ્હી :લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે નવમી યાદી જાહેર કરી છે  આ લીસ્ટમાં વધુ 10 ઉમેદવારના નામ જાહેર કર્યા છે. જેમાં પી ચિદંબરમના દીકરા કાર્તિ ચિદમ્બરમને કોંગ્રેસે તામિલનાડુના શિવગંગાથી ટિકિટ આપી છે.

   કોંગ્રેસે જે 10 ઉમેદવારના નામ જાહેર કર્યા તેમાં બિહારની 3 સીટ, જમ્મુ-કાશ્મીરની 1, કર્ણાટકની 1, મહારાષ્ટ્રની 4 અને તામિલનાડુની 1 સીટના ઉમેદવારનું નામ જાહેર કર્યું છે.

    બિહારમાં રાકાંપાના પૂર્વ નેતા તારિક અનવરને કટિહારથી, મોહદ જાવેદને કિશનગંજથી અને ઉદય સિંહ ઉર્ફે પપ્પુ સિંહને પુર્નિયાથી મેદાનમાં ઉતાર્યા છે. જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા સીટ પર હાજી ફારૂક મીરનું નામ જાહેર કરાયું છે

  કર્ણાટકમાં બેંગ્લોર દક્ષિણ સીટ પરથી બી કે હરિપ્રસાદનું નામ જાહેર કરાયું છે મહારાષ્ટ્રમાં અકોલાથી હિદાયત પટેલ, રામટેકથી કિસોર ઉત્તમરાઓ ગાજભીયે, ચંદરપુરથી સુરેશ ધાનોરકર અને હિન્ગોલીથી સુભાષ વાનકેડેને ટિકીટ આપવામાં આવી છે.

(7:59 pm IST)