Gujarati News

Gujarati News

News of Sunday, 24th March 2019

ઉમા ભારતી ચુંટણી ર૦૧૯ માટે પાણી બેસી ગયા અને કહે છે ર૦ર૪ માં ચૂંટણી લડીશઃ અત્યારે તીર્થયાત્રા કરશે

નવી દિલ્હી : ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીએ શુક્રવારે જણાવ્યું કે તેઓ આગામી લોકસભા ચૂંટણી નહી લડે કારણ કે તેમની મેં થી ૧૮ મહિના સુધી તીર્થયાત્રા પર જવાની યોજના છે. ઉમાએ આ સમાચારોને નકારી કાઢયા કે તેઓ ઝાંસીથી નથી પરંતુ કોઇ સુરક્ષિત બેઠકથી લડવા ઇચ્છે છે.

ઉમાએ જણાવ્યું કે તેમણે ર૦૧૬ માં જ નકકી કરી લીધું હતુ કે તેઓ આ વખતે સામાન્ય ચૂંટણી નહી લડે. કારણ કે મારે ગંગાના તટો પર વસેલા તીર્થસ્થળો પર જવાનું છે. જો હું ચૂંટણી લડતીી તો હું ઝાંસીથી જ લડતી હુ પોતાનું ચૂંટણી ક્ષેત્ર કયારેય બદલી શકતી નથી. ત્યાંના લોકોને મારા પર ગર્વ છે અને પોતાની દિકરી જેવી ગણે છે.

ઉમાએ આ પણ જણાવ્યું કે તેઓ ર૦ર૪ ની ચૂંટણી લડશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પાર્ટી અદભૂત બહુમત મેળવશે. તેમણે જણાવ્યું કે આગામી ચૂંટણી ના લડવાના પોતાના નિર્ણયની ભાજપ મહાસચિવ રામલાલને જણાવી દીધુ હતુ.

(12:47 pm IST)