Gujarati News

Gujarati News

News of Sunday, 24th March 2019

બીએસએનએલની મિલ્કત ફેરબદલી સામે ઉઠી રહ્યા છે વાંધા-વિરોધ

બીએસએનએલના નામે ટેલિકોમ વિભાગની ૩ લાખ કરોડ જેટલી સંપત્તિના ગેરકાયદે હસ્તાંતર કરનાર સરકાર હસ્તકની ટેલિકોમ કંપની ભારત સંચાર નિગમ લિમીટેડના સંચાલક મંડળ દ્વારા ર૦૧૩ મા કેરળ સ્થિત વકીલે આપેલ એક અભિપ્રાયને  ટાંકવામા આવી રહ્યો છે એવું નેશનલ હેરાલ્ડ દ્વારા ચકાસવામા  આવોલ આંતરિક દસ્તાવેજમાં ઘટસ્ફોટ થયો છે.

૧૧ જાન્યુ. ર૦૧૩ ના રોજ તિરૃવન્મપુરમના પી. કંૂજુ ક્રિષ્નને આપેલા કાનુની અભિપ્રાયનો કેબીનેટ ઓર્ડર તેમજ રાષ્ટ્રપતિના આદેશનું ઉલ્લંઘન કરવા માટે બીેએસએનએલના વર્તમાન સીએમડી અનુપમ શ્રીવાસ્તવ દ્વારા પોતાની સગવડતા મુજબ ઉપયોગ કરવામાં આવ્યો છે. બીએસએનએલના કેસમાં ઉપરોકત ચાર્જીસ ભારત સરકાર દ્વારા ચૂકવવા માટે સંમતિ અપાવી જોઇએ આના કારણે બીએસએનએલ પર કોઇ આર્થીક બોજ આવશે નહી એવું કેન્દ્ર દ્વારા ટેલીકોમ વિભાગને ર૦૦૦ માં ઇસ્યુ કરાયેલ એક ખાનગી નોંધમા જણાવાયું છે.

(12:42 pm IST)