Gujarati News

Gujarati News

News of Sunday, 24th March 2019

લ્યો કરો વાત તેલંગાણાના કવિતા કહે છે ભાજપ સરકાર પ્રચાર વધુ અને કામ ઓછું કરે છે.

હૈદરાબાદઃ એક પ્રમુખ ટીઆરએસ નેતાએ શુક્રવારે આરોપ લગાવ્યો કે ભાજપની  આગેવાનીવાળી સરકારે માત્ર લોકોનું સમર્થન કર્યુ અને જણાવ્યુ કે અમિત શાહના નેતૃત્વવાળી પાર્ટી ગઠબંધનમા હતી અને રાજગનુ શાસન પ્રચાર વધુ કરે છે અને કામ ઓછુ. નિઝામાબાદ લોકસભાના મેમ્બર કવિતા, તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ) ના અધ્યક્ષ અને મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવના પુત્રીએ પણ ભાજપના નવા સુત્ર મોદી હેૈ તો મુમકીન હૈ ની મજાક ઉડાવતા કહ્યું કે મોદીજી છે પરંતુ ત્યારે શું સંભવ છે, આ પ્રશ્ન છે તેમણે જણાવ્યું કે ભાજપે બધાનો સાથ બધાનો વિકાસના પોતાના પ્રથમ પ્રવચનને તો પુરૃ કર્યુ નથી. તેલંગાણા એ ભાજપ સરકારના નેતૃત્વમાં કોઇ સમર્થન જોયું નથી.

કવિતાએ જણાવ્યું કે અમે માત્ર તે લોકો અને રાજયનું  સમર્થન કરતા જોયા છે, જયંા તેઓ રાજનૈતિક ગઠબંધનમા હતા. વડાપ્રધાન તરીકે જો દરેક રાજય માટે કોઇ તટસ્થ નથી તો લોકો આગામી ચુંટણીમા પણ તટસ્થ નહી રહે અને આજકાલ લોકો વધુ સ્થાનીય થઇ રહ્યા છે. વૈશ્વિક દષ્ટિવાળા સ્થાનીય લોકો તે જ છે જે લોકો જોઇ રહ્યા છે અને આ માત્ર ક્ષેત્રીય દળો દ્વારા આપી શકાય છે રાષ્ટ્રીય દળો દ્વારા નહી.

(12:42 pm IST)