Gujarati News

Gujarati News

News of Sunday, 24th March 2019

મહારાષ્‍ટ્ર કોંગ્રેસમાં થયું બખડજંતર : અશોક ચૌહાણના રાજીનામાના વિડીયોથી સર્જાયા અનેક તર્ક-વિતર્કો

મુંબઇ : એક દિવસ પહેલા ઉત્તરપ્રદેશમાં વરિષ્ઠ નેતા જિતિન પ્રસાદનાં ભાજપમાં જોડાયાની અફવાઓ બાદ શિવારે કોંગ્રેસ ફરીથી બેકફુટ પર જવા માટે મજબુર થયા હતા. આ વખતે મુદ્દો મહારાષ્ટ્રનો છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અશોક ચવ્હાણની એક કાર્યકર્તા સાથેની વાતચીતનો ઓડિયો ક્લિપ વાઇરલ થઇ રહ્યું છે. આ વાતચીતને સાંભળ્યા બાદ અંદાજો લગાવાઇ રહ્યો છે કે, મહારાષ્ટ્ર કોંગ્રેસમાં બધુ જ યોગ્ય રીતે નથી ચાલી રહ્યું. ઓડિયામાં ચવ્હાણને તેમ કહેતા સાંભળી શકાય છે કે, ઉમેદવારોની પસંદગી મુદ્દે કોંગ્રેસમાંકોઇ મારુ નથી સાંભળી રહ્યું. વિચારી રહ્યો છું કે રાજીનામું આપી દઉ.

ચંદ્રપુર લોકસભા ચૂંટણી વિસ્તારથી કોંગ્રેસે વિનાયક બાંગડને ઉમેદવાર બનાવ્યા છે જેના મુદ્દે ચવહાણની નારાજગી સામે આવી છે. ચંદ્રપુરનો એક કોંગ્રેસ કાર્યકર્તા ચવ્હાણને મોબાઇલ પર ફોન કરીને બાંગડના ઉમેદવાર અંગે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. આ કાર્યકર્તાને ચવ્હાણ કહી રહ્યા છે કે પાર્ટી તેમના વિશે નથી સાંભળી રહ્યા એટલા માટે તેઓ રાજીનામું આપવા અંગે વિચારી રહ્યા છે. ચવ્હાણ કહી રહ્યા છે કે કોંગ્રેસમાં માત્ર મહાસચિવ મુકુલ વાસનીકનું ચાલે છે. ચવ્હાણનો આ ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ ગયું છે.

શનિવારે મહાગઠબંધને પ્રેસ કોન્ફરન્સમાં આ મુદ્દે પુછવામાં આવતા ચવ્હાણે કહ્યું કે, પાર્ટીનો પ્રદેશ અધ્યક્ષ હોવાના કારણે પોતાના કાર્યકર્તાઓનું મનોબળ જાળવવું મારી જવાબદારી છે. વાયરલ ઓડિયા ક્લિપમાં શું છે, હાલ તેમને સાંભળ્યું નથી. ચવ્હાણે કહ્યું કે, આખરે કોઇ વ્યક્તિની પ્રાઇવસી પણ હોય છે. કોઇ પ્રકારની ખાનગી વાતચીતને જાહેર કરવી ખોટી છે. ેતમણે રાજીવાનું આપવા અંગે જાહેરમાં કંઇ જ કહ્યું નથી.

(12:30 pm IST)