Gujarati News

Gujarati News

News of Sunday, 24th March 2019

અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે સબંધો સુધારા તરફ :અમેરિકાએ વધારાના પ્રતિબંધો હટાવ્યા

અમેરિકા અને નોર્થ કોરિયા વચ્ચે સંબંધો સુધારા તરફ આગળ વધતા હોવાના એંધાણ મળી રહ્યાં છે ટ્રમ્પ અને કિમ વચ્ચે મતભેદ થયા બાદ હવે ફરી સંબંધ સુધર્યા હોવાના એંધાણ દેખાઇ રહ્યાં છે. ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ટ્વીટર હેન્ડલ પર નોર્થ કોરિયા પર લગાવવામાં આવેલા પ્રતિબંધ હટાવવાની જાહેરાત કરી છે.

US પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે ટ્વીટ કરી કે, અમેરિકાના નાણા મંત્રાલયે આજે જાહેરાત કરી હતી કે, નોર્થ કોરિયા પર પહેલેથી જ લગાવેલા પ્રતિબંધો બાદ હવે તેના પર વ્યાપક સ્તરે પ્રતિબંધ નહીં લગાવવામાં આવશે. સાથે જ તેઓએ પોતાના ટ્વીટર હેન્ડલ પર લખ્યું કે, મેં આજે આ વધારાના પ્રતિબંધોને પરત લેવાનો આદેશ આપી દીધો છે

(12:00 am IST)