Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

લાલુને કયા ચાર કેસમાં સજા

ડુમકા તિજોરીથી ઉંચાપતમાં સૌથી મોટી સજા

નવી દિલ્હી,તા.૨૪: સમગ્ર દેશને હચમચાવી મુકનાર અને રાજકીય ક્ષેત્રે ભૂકંપ સર્જનાર  ઘાસચારા કોંભાડના ચોથા કેસમાં પણ આરજેડીના નેતા અને બિહારના પૂર્વ મુખ્યપ્રધાન લાલુ યાદવને આજે સીબીઆઇની ખાસ અદાલતે સાત-સાત વર્ષની સજા ફટકારી હતી. લાલુ યાદવને ચારા કૌભાંડના જુદા જુદા મામલામાં અગાઉ પણ સજા થઈ ચુકી છે. આ અગાઉ ક્યારેય કયાં કેસમાં સજા થઈ હતી તે નીચે મુજબ છે.

*      ચાઈબાસા તિજોરીમાંથી ગેરકાયદેરીતે ૩૭.૭ કરોડ રૂપિયાની ઉંચાપત સાથે સંબંધિત ઘાસચારા કૌભાંડના પ્રથમ કેસમાં પાંચ વર્ષની સજા ફટકારવામાં આવી હતી. આ કેસમાં લાલુ સહિત ૪૪ આરોપીઓ હતા

*      ઘાસચારા કૌભાંડના બીજા કેસમાં લાલુ સહિત ૩૮ ઉપર કેસ ચાલ્યો હતો. દેવઘર સરકારી તિજોરમાંથી ૮૪.૫૩ લાખ રૂપિયાની ગેરકાયદે ઉંચાપત સાથે સંબંધિત આ કેસ હતો. આ મામલામાં પણ લાલુને સજા ફટકારવામાં આવી હતી. ચારા કૌભાંડના બીજા કેસમાં લાલુને સાડા ત્રણ વર્ષની જેલની સજા અને પાંચ લાખનો દંડ કરવામાં આવ્યો હતો

*      ઘાસચારા કૌભાંડના ત્રીજા કેસ એટલે કે ચાઇબાસા તિજોરીમાંથી ૩૩.૬૭ કરોડ રૂપિયાની ગેરકાયદે ઉંચાપત સાથે સંબંધિત કેસમાં લાલુ સહિત ૫૬ લોકોને દોષિત ઠહેરવામાં આવ્યા હતા. આ કેસમાં લાલુ યાદવને અપરાધિ ઠેરવવામાં આવ્યા બાદ પાંચ વર્ષની સજા કરવામાં આવી હતી

*      ઘાસચારા કૌભાંડના ચોથા કેસમાં લાલુ યાદવને દોષિત જાહેર કરવામાં આવ્યા બાદ બે જુદી જુદી કલમોમાં સાત-સાત વર્ષની સજા કરવામાં આવી છે. આ ઉપરાંત ૬૦ લાખ રૂપિયાનો દંડ પણ કરવામાં આવ્યો છે. ઘાસચારા કૌભાંડનો ચોથા મામલો ડુમકા તિજોરીમાંથી ૩.૧૩ કરોડ રૂપિયાની ગેરકાયદે ઉંચાપત સાથે સંબંધિત છે

(7:22 pm IST)