Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

સાયબર ક્રાઇમમાં સંડોવાયેલ ઇરાનના ૧૦ નાગરિકો તથા સંસ્‍થાઓ ઉપર અમે‌રિકાએ પ્રતિબંધનો કોરડો ઝીંક્યો

વોશિંગ્‍ટનઃ વિશ્વભરની સરકારી એજન્સીઓ, સેંકડો યુનિવર્સિટીઓ અને પ્રાઈવેટ ફર્મની મહત્વની તથા કિંમતી માહિતીની ઓનલાઈન તડફંચી કરનાર ઈરાનના 10 નાગરિકો તથા સંસ્થાઓ પર અમેરિકાએ પ્રતિબંધનો કોરડો વિંઝ્યો છે. આ ઈરાનીઓ ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઈઆરજીસી) સાથે સંકળાયેલા છે.

ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ અને જસ્ટિસ ડિપાર્ટમેન્ટ મારફતે અમેરિકાએ સાઈબર હુમલામાં સંડોવાયેલા શકમંદોને સજા ફટકારી છે. ઈરાનીઓએ અમેરિકા તથા સંયુક્ત રાષ્ટ્રની એજન્સીઓ તેમજ ખાનગી કંપનીઓની અંગત માહિતીની ઉચાપત કરી હતી.

અમેરિકી અધિકારીઓના જણાવ્યા અનુસાર પ્રતિબંધિત ઈરાનીઓની અમેરિકા સ્થિત સંપત્તિ સ્થગિત કરી દેવાઈ છે. ડેપ્યુટી જનરલ રોડ રોજેન્ટીને જણાવ્યું હતું કે ઈરાનની માબના ઈન્સ્ટિટયૂટ પર પણ પ્રતિબંધ મુકાયો છે. આ સંસ્થા ડેટા ચોરી કરતી હતી. 2013માં ઈરાની યુનિવર્સિટીના સહયોગ સાથે આ સંસ્થાની સ્થાપના કરાઈ હતી.

(6:55 pm IST)