Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

આસામમાં પાંચમા ધોરણની માસુમ છાત્રા ઉપર સામુહિક બળાત્કાર બાદ બાળાને જીવતી સળગાવી દઇ મોતને ઘાટ ઉતારી દીધીઃ બેની ધરપકડઃ ૧ ફરાર

ફોટોઃ aasam 5 ma dhoranma bhanti badki saathe gang rape

નવી દિલ્હીઃ આસામમાં કાળજુ કંપાવી દે તેવી અરેરાટીજનક ઘટનામાં પાંચમાં ધોરણમાં અભ્‍યાસ કરતી માસુમ બાળા ઉપર દુષ્‍કર્મ આચરીને જીવતી સળગાવી દેતા ખળભળાટ મચી ગયો છે. આ પ્રકરણમાં પોલીસે બે છાત્રોની ધરપકડ કરી છે, જ્યારે એક ભાગી છૂટ્યો છે.

આસામમાં ધોરણ પાંચમાં ભણતી બાળકી સાથે ગેંગરેપ કરીને તેના જ સ્કૂલમાં ભણનારા 3 છોકરાઓએ બાળી નાંખી. ઘટના આસમના નાગાંવ જિલ્લાની છે. પીડિત બાળાને નાગાંવ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેની મોત થઈ છે.

ડોક્ટરોએ જણાવ્યું કે તેનું શરીર 90 ટકા સુધી બળી ગયું હતું.બલાત્કારના બે આરોપીની ધરપકડ કરી લીધી છે. જ્યારે એક અન્ય આરોપી ફરાર છે.

નાગાંવ એસપી શંકર રાયમેધીએ જણાવ્યું કે, 'હું બાળકીને મળવા હોસ્પિટલ ગયો હતો. તે ઘણી તકલીફમાં હતી. જો કે મોત પહેલા તેને પોતાનું નિવેદન આપી દીધું હતું. તેને જે પણ જણાવ્યું તેના આધારે બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. બંન્ને સગીર છે અને વિદ્યાર્થીનીની શાળામાં જ ભણતા હતાં. ત્રીજા આરોપીની શોધ ચાલુ છે.'

મળેલ જાણકારી પ્રમાણે ઘટના નાગાંવના બાટાદ્વાવા વિસ્તારમાં સ્થિત પીડિતાના ઘરમાં જ થઈ. સૂત્રો પ્રમાણે તે શાળાથી પરત ફર્યા પછી ઘરમાં એકલી હતી. ત્રણેય આરોપી ઘરમાં ઘુસ્યા અને બળાત્કાર પછી કેરોસીન નાંખીને તેને મોતના હવાલે કરી દીધી. ઘરમાંથી ધુમાડો નીકળ્યો જોઈ તેની આસપાસના અને પરિવારજનો પહોંચ્યા તો બાળકી તેમને ગંભીર હાલતમાં મળી. એને તરત હોસ્પિટલ લઈ જવામાં આવી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને કહ્યું છે કે ત્રણેય સગીર આરોપી તેમના પરિવારના પરિચીત છે અને તેમના જ ગામના છે.

(6:09 pm IST)