Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

બજેટનો પ્રસ્‍તાવ લાગુ થઇ જવાથી ૧લી એપ્રિલથી રેલવે ટિકીટ, સોલાર બેટરી, કાનના મશીન, હીરા, ટાઇલ્સ, ફીંગર સ્‍કેનર સહિતની વસ્‍તુઓ સસ્‍તી થઇ જશે

નવી દિલ્‍હીઃ કેન્‍દ્ર સરકાર બજેટના પ્રસ્‍તાવ અંતર્ગત ૧લી એપ્રિલથી જીવન જરૂરી અનેક વસ્‍તુઓ સસ્‍તી થાય તેવા પ્રયત્નો કરશે. એક એપ્રિલથી દેશમાં નવા નાણાકિય વર્ષની શરૂઆત થાય છે. આ નાણાંકિય વર્ષ 2018-19ની સાથે સરકાર તરફથી રજૂ કરવામાં આવેલા બજેટના પ્રસ્તાવ પણ લાગૂ થઈ જશે. એવામાં સરકારે બજેટમાં જે વસ્તુઓ સસ્તી કરવાનું એલાન કર્યું છે. તે તમામ વસ્તુઓ સસ્તી થઈ જઈ જશે.

રેલવે ટિકિટ: સરકારે બજેટ 2018માં રેલવે ટિકિટ પરથી સર્વિસ ટેક્સ ઘટાડી દિધો છે. જેને લઈને ટિકિટ એપ્રિલ 2018થી ટિકિટ સસ્તી થઈ જશે.

સોલાર બેટરી: સરકારે સોલાર ઉર્જાથી ચાલતી બેટરી પર લાગતી કસ્ટમ ડ્યૂટી ખત્મ કરી દીધી છે. જેથી તમને હવે આ સોલાર બેટરી સસ્તી મળશે.

સાંભળવાનું મશીન: આ સિવાય કેટલીક ઇલેક્ટ્રોનિક વસ્તુઓ જેમ કે. કાનનું મશીન અને લીનિયર મોશન ગાઈડ, દેશમાં તૈયાર થતાં હીરા, ટાઈલ્સ, માઇક્રો એટીએમ, ફિંગર સ્કેનર, આઈરિસ સ્કેનર સહિત અન્ય વસ્તુની કિંમતમાં ઘટાડો જોવા મળશે.

LNG (લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ)- LNG 1 એપ્રિલથી 2.5 ટકા સસ્તુ થશે.

નિકલ: બજેટમાં નિકલ પર બેસિક કસ્ટમ ડ્યુટીને શૂન્ય કરવામાં આવી છે. જેથી 1 એપ્રિલથી તેના ભાવમાં 2.5 ટકાનો ઘટાડો જોવા મળશે.

પીઓએસ મશીન, ફિંગર સ્કેનર, માઈક્રો એટીએમ, આઈરિસ સ્કેનર, આરઓ, મોબાઈલ ચાર્જર, દેશમાં તૈયાર થતાં હીરા, ટાઈલ્સ, તૈયાર લેદન પ્રોડક્ટ્સ, નમક, જીવનરક્ષણની દવાઓ, માચિસ (બાકસ), LED, HIVની દવા, સિલ્વર ફોઈલ, CNG સિસ્ટમ વગેરેમાં ઘટાડો જોવા મળશે.

(6:07 pm IST)