Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

અમેરિકામાં ભારતીય મુળના બે પટેલ ભાઈઓ પર મની લોન્ડરીંગનો આરોપ

ન્યુયોર્ક : ભારતીય મુળના બે કેનેડીયન ભાઈ પર અમેરીકાની કોર્ટે લાઈસન્સ વિના જ ઈન્ટરનેટ આધારીત રૂપિયા આપવાની સેવા પૂરી પાડવાનો આરોપ મૂકયો હતો. આ સેવા મારફતે તેમણે પચીસ કરોડ ડોલરનું ટ્રાન્ઝેકશન કર્યુ હતું. કેનેડાના મોન્ટ્રીયલના કવેબેક વિસ્તારમાં રહેતા ફીરોઝ પટેલ (૪૩) અને ફરહાન પટેલ (૩૭) પર લાયસન્સ વિના જ ઈન્ટરનેટ મારફતે નાણા ટ્રાન્સફર કરવાનો તેમજ મની લોન્ડરીંગના કાયદાનો ભંગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જો દોષી ઠરશે તો પ્રત્યેક ભાઈઓ વધુમાં વધુ પચીસ વર્ષની સજાનો સામનો કરવો પડશે, એમ અમેરીકાના વકીલ અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટસ હોમલેન્ડ સિકયોરીટી ઈન્વેસ્ટીગેશન વોશીંગ્ટન ડીસીના લેચલેઈન્ટનરે કહ્યુ હતું. ફરહાન પટેલની ૧૮ માર્ચે ડેટ્રોઈટ ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. જો કે હજુ સુધી તેનો ભાઈ પોલીસના સકંજામાં નથી આવ્યો. મની ટ્રાન્સફરના બિઝનેસ માટે રજીસ્ટ્રેશન અને લાયસન્સ હોવુ જરૂરી છે. વપરાશકર્તાઓએ એ મામલે જાગૃત રહેવુ જોઈએ કે જે લોકો કાયદાનું પાલન નથી કરતા તેઓ જાણ્યે અજાણ્યે ગેરકાયદે પ્રવૃતિઓ પર ઢાંકપીછાડો કરી રહ્યા છે એમ તેમણે કહ્યુ હતું બંને ભાઈ વર્ષ ૨૦૧૨થી અત્યાર સુધી આ પ્રવૃતિ કરતા હતા.

(2:00 pm IST)