Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

ભાજપના અધ્યક્ષ અમિત શાહ આસામની મુલાકાતે, આગામી રણનીતિ કરાશે નક્કી

આસામ તા. ૨૪ : ભાજપ અધ્યક્ષ અમિત શાહ આજે આસામની મુલાકાતે છે. જેમાં તેઓ પાર્ટી સંગઠનના વિવિધ વિષયો પર પ્રદેશ સાંસદો, ધારસભ્યો અને કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી ચર્ચા કરશે.

આ સિવાય ગુવાહાટી સ્થિત વેટરનરી કોલેજના મેદાનમાં બૂથ અધ્યક્ષોના સંમેલનને પણ સંબોધશે. બાદમાં ભાજપ સાંસદો અને ધારાસભ્યો સાથે બેઠક યોજી. વિવિધ વિષયો પર ચર્ચા વિચારણા કરી પાર્ટીની આગામી રણનીતિ નક્કી કરશે.

તેઓ સાંજે દીસપુર સ્થિત પીડબલ્યુડી ટ્રેનિંગ સેન્ટરમાં પાર્ટી પ્રદેશ અધ્યક્ષો, મોર્ચા અધ્યક્ષો, પ્રવકતાઓ અને જિલ્લાના અધ્યક્ષોને પણ સંબોધશે. બાદમાં ગુવાહાટી સર્કિટ હાઉસમાં રાજય ભાજપ કોર કમિટી સાથે બેઠક કરશે.

(12:59 pm IST)