Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

જર્મનીના રાષ્ટ્રપતિ ફૈંક વોલ્ટર ભારતની મુલાકાતે

નવી દિલ્હીઃ જર્મનીના રાષ્ટ્રપતિ ફ્રૈંક વાલ્ટર પત્ની એલ્ક બુડનબર્ગ સાથે ૫ દિવસ માટે ભારતના પ્રવાસે છે. રાષ્ટ્રપતિ ફ્રૈંક વાલ્ટરને દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે ગાર્ડ ઓફ ઓનેર આપવામાં આવ્યુ છે.આ દરમિયાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રક્ષા મંત્રી નિર્મલા સીતારમન સહિતના નેતાઓ હાજર રહ્યા હતાં. આજે ફ્રૈંક વાલ્ટર વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ સાથે મુલાકાત કરશે.આ મુલાકાત દરમિયાન જર્મની બેસિક ઈનફ્રાટૈહ્લચર, રિન્યૂએબલ એનર્જી, સ્કિલ ડેવલપમેન્ટ અને વોટર મેનેજમેન્ટ જેવા કરાર થઈ શકે છે. આ ઉપરાંત બન્ને દેશો વચ્ચે રક્ષા, ટ્રાન્સપોર્ટ, વોટર, ટેકનોલોજી, શિક્ષા જેવા ક્ષેત્રોમાં કરાર થઈ શકે છે.

(12:58 pm IST)