Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

સપા મત લઇ શકે, આપી ન શકે !

યુપી રાજયસભાની ચૂંટણીના પરીણામો રાષ્ટ્રીય રાજનીતીમાં અસર કરશેઃ ભાજપને સંજીવની, વિપક્ષી મોરચા સામે સવાલઃ ભાજપમાં ઉત્સાહ, યોગી સરકારમાં દલીત ચહેરા વધશે

નવી દિલ્હી, તા., ૨૪: રાજયસભાની ચૂંટણીના પરીણામોથી રાષ્ટ્રીયસ્તરની રાજનીતીમાં ગરમાવો આવી ગયો છે. યુપીના પરીણામો રાષ્ટ્રીય રાજનીતીમાં અસર સર્જી શકે તેમ છે.

સ્વાભાવીક પણે ભાજપ માટે પરીણામો સંજીવની સમાન બન્યા છે અને વિપક્ષી મોરચા સામે પ્રશ્નો ઉઠયા છે. પરીણામો બાદ યોગી આદિત્ય નાથજીએ ટોણો માર્યો હતો. સમાજવાદી પક્ષ મત લઇ શકે છે. આપી ન શકે..!  ભાજપ દ્વારા સપા-બસપામાં તીરાડ  પડાવવાનો  પ્રયત્ન થાય છે.

બસપાએ સ્પષ્ટ જણાવ્યું છે કે, ભાજપ દલીત વિરોધી છે. આંબેડકર શબ્દ સામે પણ તેમને ધૃણા છે. જો કે રાજકીય સમીક્ષકો કહે છે કે, ફલોર મેનેજમેન્ટમાં સપા-બસપા ફેઇલ થયા છે. સ્થિતિ એવી હતી કે ક્રોસ વોટીંગ બાદ પણ બસપાનો ઉમેદવાર  જીતી શકે તેમ હતો. પરંતુ મોનીટરીંગનો અભાવ નડયો છે.

લોકસભાની પેટા ચૂંટણીમાં સપા-બસપા જોડાણો યુપીમાં ભાજપને પછડાટ આપ્યા બાદ રાષ્ટ્રીય સ્તરે વિવિધ પક્ષોનું એન્ટી ભાજપ ગઠબંધન શકય બન્યુ હતું. પરંતુ રાજયસભાની ચૂંટણી બાદ આવા ગઠબંધનના પ્રયાસમાં ફટકો પડે તેમ લાગે છે.

પરીણામોથી જોરમાં આવેલા યુપીના મુખ્યમંત્રી યોગીજી સરકારમાં મોટા ફેરફારો કરવા તત્પર બન્યા છે. પ્રધાનોના કાર્યોની સમીક્ષા કરશે. પછાત-દલીત ચહેરાઓને પ્રધાન મંડળમાં સ્થાન મળશે આ માટેનું ગણીતીક મંથન શરૂ થઇ ગયું છે.

(12:56 pm IST)