Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

ફેસબુક પર BFF ટાઈપ કરીને સિક્યુરિટી ચેક કરવાનો દાવો :ગ્રીન થશે પરંતુ ,,,વાસ્તવિકતા કંઈક જુદી જ છે

લોકોને ખબર નથી કે BFFનો અર્થ શું? લોકો કોમેન્ટમાં BFF પોસ્ટ પણ કરી રહ્યા છે.

 

નવી દિલ્હીઃ ફેસબુકના ડેટા લીક મામલો હાલમાં ચર્ચામાં છે ત્યારે સોશિયલ મીડિયા ફેસબુક પર કેટલીય એવી પૉસ્ટ વાયરલ થઇ રહી છે હવે BFF ટાઇપ કરી સિક્યુરિટી ચેક કરવાનો દાવો વાયરલ થઇ રહ્યો છે.વાઈરલ થયેલા મેસેજમાં કહેવામાં આવી રહ્યું છે કેફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગે તમારું એકાઉન્ટ સેફ રાખવા માટે BFFની શોધ કરી છે. જો તમે પોસ્ટની કોમેન્ટમાં BFF લખશો અને તે ગ્રીન કલરમાં આવે તો સમજવું કે તમારું એકાઉન્ટ સેફ છે નહીં તો સિક્યોર નથી.’

  પરંતુ BFFના નામે ફેલાયેલા સમાચાર 100 ટકા ખોટા છે. ફેક ન્યૂઝ એટલા માટે વાઈરલ થઈ રહ્યા છે કારણ કે લોકોને ખબર નથી કે BFFનો અર્થ શું થાય છે. લોકો કોમેન્ટમાં BFF પોસ્ટ પણ કરી રહ્યા છે. પોસ્ટ પર BFF લખવાથી ગ્રીન પણ થઈ જશે પરંતુ તેને તમારા એકાઉન્ટ સેફ થવા સાથે કોઈ લેવાદેવા નથી.

  વાસ્તવમાં BFF એટલે કેબેસ્ટ ફ્રેન્ડ ફોરેવરલખવાથી તે ગ્રીન થઈ જાય છે તે ફેસબુકનું એક ફીચર છે. જે રીતે ફેસબુક પર Congratulation અથવા કોઈને અભિનંદન પાઠવવામાં આવે તો તે શબ્દ કેસરી કલરના થઈ જાય છે. ઉપરાંત આવા ઘણા શબ્દો ફેસબુક દ્વારા પસંદ કરવામાં આવ્યા છે જેને તમે ટાઈપ કરશો એટલે અલગ કલરમાં જોવા મળશે. you’re the best લખશો એટલે ફ્લાઈંગ સ્ટાર દેખાશે, best wishes લખશો એટલે બે હાથ ડાન્સ કરતા જોવા મળશે. rad અથવા radness લખશો એટલે  રેઈન્બો થમ્સઅપ દેખાશે. xo અથવા xoxo લખશો એટલે હાર્ટ દેખાશે.

તમારું ફેસબુક એકાઉન્ટ સિક્યોર કરવા માટે સૌથી પહેલા પ્રોફાઈલના સેટિંગ્સમાં જઈનેટુ ફેક્ટર ઓથેંટિકેશનને ઈનેબલ કરો. સેટિંગ્સને ઈનેબલ કરવાથી જો કોઈ તમારો પાસવર્ડ જાણી લેશે તો પણ તમારો પ્રોફાઈલ એક્સેસ કરી શકશે નહીં.

જો તમે નથી ઈચ્છતા કે તમારું એકાઉન્ટ, ઈમેલ, નંબર અથવા પોસ્ટ કોઈ જુએ તો તમારે એકાઉન્ટમાં જઈને ફ્રેન્ડ રિક્વેસ્ટ, ફ્રેન્ડ લિસ્ટ, ઈમેલ, ફોન નંબરની પ્રાઈવેસી પોતાની સુવિધા અનુસાર સેટ કરવી.

(12:00 am IST)