Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

‘‘ગ્‍લોબલ ટીચર પ્રાઇઝ'': દુબઇ સ્‍થિત ભારતીય મૂળના વ્‍યવસાયી સ્‍થાપિત ‘વાર્કી ફાઉન્‍ડેશન'નું ૧ મિલીયન ડોલરનું પ્રાઇઝ બ્રિટીશ ટીચર એન્‍ડ્રિઆ ઝાફિરકોઉના ફાળે

દુબઇઃ દુબઇ સ્‍થિત ભારતીય મૂળના વ્‍યવસાયી સ્‍થાપિત તથા સંચાલિત વાર્કી ફાઉન્‍ડેશન દ્વારા અપાતુ ૧ મિલીયન ડોલરનું ‘‘ગ્‍લોબલ ટીચર પ્રાઇઝ'' બ્રિટીશ ટીચર એન્‍ડ્રિઆ ઝાફિરકોઉના ફાળે ગયુ છે જે UAEના પ્રાઇમ મિનીસ્‍ટર શેખ મોહમ્‍મદના ૧૮ માર્ચના રોજ હસ્‍તે એનાયત કરાયુ હતું. આ તકે વાર્કી ફાઉન્‍ડેશનનાશ્રી સન્‍ની વાર્કી હાજર રહ્યા હતા. આ પ્રાઇઝ માટેની આખરી યાદીમાં  ઇન્‍ડિયન અમરિકન ટીચર આકાશ પટેલનું નામ પણ હતું.

પ્રાઇઝ વિજેતા બ્રિટીશ ટીચર એન્‍ડ્રિઆ સમગ્ર વિશ્વમાંથી ૩૦ હજાર શિક્ષકો વચ્‍ચે પસંદ થયા હતા.

(11:07 pm IST)