Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

ઉકાળો :મધ્ય પ્રદેશ સરકારે કોરોના કાળમાં જનતાને 30 કરોડનો ઉકાળો પાયો: કોંગ્રેસે તપાસની માંગ કરી

રાજ્યની જનતાને પચાસ ગ્રામ ઉકાળાના 6 કરોડ પેકેટ વહેંચ્યાં જેમની કિંમત 30 .64 કરોડ રુપિયા થઇ

ભોપાલ :મધ્ય પ્રદેશની અંદર કોરોના કાળમાં શિવરાજ સરકારના એક નિર્ણયે હવે તેમના માટે મુશ્કેલી ઉભી કરી છે. કોરોના કાળમાં રાજ્યના લોકોને બિમારીથી બચાવવા માટે અને તેમની રોગ પ્રતિકારક ક્ષમતામાં વધરો કરવા માટે ત્રિકુટ ઉકાળો વહેંચવામાં આવ્યો હતો. ત્યારે હવે વિધાનસભમાં શિવરાજ સરકારે એક સવાલના જવાબમાં જણાવ્યું કે રાજ્યની જનતાને પચાસ ગ્રામ ઉકાળાના 6 કરોડ પેકેટ વહેંચવામાં આવ્યા છે, જેમની કિંમત 30 કરોડ 64 લાખ રુપિયા થઇ છે.

સરકારે ઉકાળાની આટલી મોટી કિંમત ગણાવતા કોંગ્રેસે તેના પર સાવાલો ઉઠાવ્યા છે. ધારાસભ્ય જીતુ પટવારીએ આ સવાલ પુછ્યો હતો. સરકારના જવાબ બાદ પટવારીએ કહ્યું કે આ જનતની પરસેવાની કમાણી છે, જેનો ઉકાળો બનાવીને સરકારે જનતાને જ ઉલ્લુ બનાવી છે. સરકારે આ મામલાની તપાસ કરાવવી જોઇએ.

ત્રિકુટ નામનો આયુર્વેદિક ઉકાળો મધ્ય પ્રદેશ સરકારના વન વિભાગના એક ઉપક્રમ લઘુ વનોપજ સંઘ દ્વારા બનાવવામાં આવ્યો હતો. હવે તના પર સવાલો ઉઠી રહયા છે.સરકારનો દાવો છે કે આ ઉકાળો લોકોની ભલાઇ માટે મફત વહેંચવામાં આવ્યો છે. સરકારનું કહેવું છે કે રાજ્યના લોકોની ભલાઇ માટે સરકાર ગમે તેટલા પસા ખરેચ કરવા માટે તૈયાર છે

(10:05 pm IST)
  • દેશમાં કોરોનાના સતત વધતા કેસ :રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 16,886 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,10,46,432 થઇ :એક્ટિવ કેસ 1,48,691 થયા: વધુ 11,976 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,07,36,432 થયા :વધુ 141 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,56, 742 થયા access_time 1:09 am IST

  • કેરળ સરકારનો મોટો નિર્ણય : સબરીમાલા અને સીએએ વિરોધી સામેના કેસ પાછા ખેચશે : કોંગ્રેસ નેતૃત્વ વાળા યુડીએફએ સરકારના આ નિર્ણયને આવકાર્યો : જયારે ભાજપે ભગવાન અયપ્પાના ભક્તો વિરુદ્ધ કેસ દાખલ કરવા બદલ મુખ્યમંત્રી પાસે માફીની માંગ કરી access_time 12:40 am IST

  • ત્રંબામાં સાંજે પ્રથમવાર મુખ્યમંત્રીની જાહેરસભા : મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી આજે સાંજે રાજકોટ શહેર-જિલ્લાની મુલાકાતે છે. તેઓ આજે સાંજે ૭ વાગ્યે ત્રંબા કસ્તુરબાધામ ત્રંબા ખાતે ભાજપનો પ્રચાર કરશે. ગામમાં મુખ્યમંત્રીની ચૂંટણી સભા પ્રથમ વખત યોજાઈ રહી છે. જિલ્લા પંચાયતની ત્રંબા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે ભૂપત બોદર ચૂંટણી લડી રહ્યા છે. access_time 4:13 pm IST