Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

મહિલાએ પુરુષને Kiss કરી અને પછી જીભ કાપી નાંખી

પીડિત કઈ સમજી શકે તે પહેલાં તેની જીભ ઉડી ગઈ : બ્રિટનમાં રહેતા એક શખ્સને રસ્તે ચાલતા મહિલા સાથે વિવાદ થયો જેની તેણે જીભ ગુમાવીને મોટી કિંમત ચુકવી

એડનબર્ગ,તા.૨૪ : મહિલા અને પુરુષ વચ્ચે થોડી વાર વાદ-વિવાદ ચાલ્યો. ત્યારબાદ, અચાનક મહિલાએ તે માણસને પકડ્યો અને તેને ચુંબન કરવાનું શરૂ કર્યું. દરમિયાન, તેણે તેના દાંતથી માણસની જીભ કાપી નાંખી અને તેને રસ્તા પર ફેંકી દીધો હતો. પીડિત કંઈપણ સમજી શકે તે પહેલાં તેની જીભ ઉડી ગઈ હતી. બ્રિટનમાં રહેતા એક વ્યક્તિને માર્ગમાં ચાલતા વિવાદ થયો હતો. જેના માટે તે શખ્સને ઘણી ભારે કિંમત ચૂકવવી પડી હતી. જે મહિલા સાથે તેનો વિવાદ થયો હતો તેણે તેને કાયમ માટે મૂંગો કરી દીધો છે. આ ચોંકાવનારા મામલાની ચર્ચા બધે જ થઈ રહી છે. આ સાથે જ કોર્ટે આરોપી મહિલાને દોષી ઠેરવી છે.  આ ઘટનામાં મહિલાએ વ્યક્તિની જીભ કાપી નાંખી અને તેને રસ્તા પર ફેંકી દીધી. જેને એક પક્ષી લઈ ઉડી ગયું હતો.

      જેના લીધે જીભ કનેક્ટ થઈ શકી ન હતી અને હવે તે કાયમ માટે આવી કપાયેલી જ રહેશે. એડનબર્ગ પોલીસના જણાવ્યા મુજબ જેમ્સ મેકેન્ઝી નામનો શખ્સ ક્યાંક ફરવા જઈ રહ્યો હતો. જ્યારે તે રસ્તામાં જઈ રહ્યો હતો. ત્યારે, તેની ૨૭ વર્ષીય બેથની રાયન સાથે કોઈ બાબતને લઈને બોલાચાલી થઈ હતી. થોડા સમય માટે બંને દલીલો ચાલુ રાખી હતી પછી અચાનક બેથનીએ જેમ્સ પર કૂદી ગઈ હતી અને તેને કિસ કરવા લાગી હતી. આ સમય દરમિયાન, તે જેમ્સની જીભને તેના દાંતથી કાપી નાંખી હતી અને રસ્તા પર ફેંકી દીધી હતી.

         જેમ્સ કંઈપણ સમજી શકે તે પહેલાં, નજીકમાં ફરતું સમુદ્રનું પક્ષી સીગલ તેની છૂટી પડેલી જીભ લઈને ઉડી ગયું હતું. ડેઈલી મેઈલના અહેવાલ મુજબ, ૧ ઓગસ્ટ ૨૦૧૯ની આ ઘટનાની સુનાવણી એડનબર્ગની શેરીફ કોર્ટમાં થઈ હતી. જેમ્સ મેકેન્ઝીના વકીલ, સુઝૈન ડિક્સને, કોર્ટને જણાવ્યું હતું કે વિવાદ પછી જેમ્સ આરોપી તરફ આગળ વધ્યો ત્યારે તેણે તેને વિચિત્ર પ્રતિક્રિયા આપી હતી. આરોપીએ જેમ્સને ધક્કો માર્યો અને પછી તેને કિસ કરી હતી. તે દરમિયાન તેણે જેમ્સની જીભને દાંતથી કાપી નાંખી હતી. કોર્ટની સુનાવણી દરમિયાન સુઝાન ડિકેસને કહ્યું કે, બેથની રિયાના કારણે જેમ્સ કાયમ માટે મૂંગો થઈ ગયો છે. તેમણે કહ્યું કે, ઘટના બાદ લોહીથી લથબથ જેમ્સને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પરંતુ, તેની કપાયેલી જીભનો ટુકડો ન હોવાથી તેની સર્જરી થઈ શકી ન હતી. તમામ દલીલો સાંભળ્યા પછી, કોર્ટે બેથનીને દોષી ઠેરવી હતી.

(9:34 pm IST)