Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

રિલાયન્સ કેપિટલ ૪૯ વખત ડિફોલ્ટ થઈ, વ્યાજ ન ચુકવ્યું

અનિલ અંબાણીના બૂરે દિન યથાવત : ડિસેમ્બર ક્વાર્ટરના રિઝલ્ટમાં કંપનીએ નોન કન્વર્ટેબલ ડિબેન્ચરનો ૧૪૦૦૦ કરોડ રૂપિયાનો બોજો હોવાનું જણાવ્યું

નવી દિલ્હી, તા. ૨૪ : અનિલ અંબાણી અને તેમની કંપનીઓનો સૌથી ખરાબ સમય ચાલી રહ્યો છે.અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલ ફરી એક વખત નોન કન્વર્ટિબલ ડિબેન્ચરનુ ઈન્ટરેસ્ટ ચુકવવામાં નિષ્ફળ ગઈ છે.

કંપનીએ ૨૧ ફેબ્રુઆરીએ ઈન્ટરેરસ્ટ ચુકવવાનુ હતુ પણ તેમાં તે નિષ્ફળ ગઈ હતી.અનિલ અંબાણીની કંપની ૪૯મી વખત ડિફોલ્ટર થઈ છે.

એક અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે ડિસેમ્બર ક્વાર્ટરના રિઝલ્ટમાં કંપનીએ કહ્યુ હતુ કે, કંપની પર નોન કન્વર્ટેબલ ડિબેન્ચરનો ૧૪૦૦૦ કરોડ રુપિયાનો બોજો છે.કંપની દેવુ ચોકાવવા માટે પોતાની સંપત્તિ વેચવા માટે કાર્યવાહી કરી છે.આ માટે રસ ધરાવતી પાર્ટીઓ પાસે પ્રસ્તાવો પણ મંગાવાયા છે.

રિલાયન્સ કેપિટલે છેલ્લા એક વર્ષમાં એચએચડીએફસી અને એક્સિસ બેક્નની લોનના ૧૧ હપ્તા ચુકવ્યા નથી.આ બંને બેક્નો પાસે અનુક્રમે ૫૨૪ કરોડ અને ૧૦૧ કરોડની લોન કંપનીએ લીધેલી છે.

રિલાયન્સ કેપિટલ પર કુલ ૨૦૫૧૧ કરોડ રુપિયાનુ દેવુ છે અને છેલ્લા ક્વાર્ટરના જાહેર થયેલા પરિણામમાં કંપનીને ૪૦૧૮ કરોડની ખોટ ગઈ હોવાનુ દર્શાવાયુ છે.

(7:20 pm IST)