Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

સિંધુ બોર્ડર પર ખેડૂતોના મંચ પરથી વડાપ્રધાનને મારી નાખવાની ધમકી

નવી દિલ્હી,તા. ૨૪: કૃષિ કાનૂન વિરોધી પ્રદર્શનકારીઓ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપવાથી પણ પરહેજ નથી કરતા તેઓ મંચ પરથી વડાપ્રધાનને મારવાની ધમકી આપે છે. તેમને નાતો પોલીસની બીક છે, ના કોઇ કાર્યવાહીની જે મંચ પરથી આ ધમકીઓ અપાઇ રહી છે તે મંચ કિસાન મજદૂર સંઘર્ષ સમિતિ (પંજાબ)નો છે. વડાપ્રધાન મોદીને જાનથી મારવાની ધમકી આપતો વીડીયો વાયરલ થઇ રહ્યો છે. તેમાં કેટલાય નિહંગ શીખ નેતા સિંધુ બોર્ડર પર કિસાન મજદૂર સંઘર્ષ સમિતિના મંચ પર પહોંચે છે. પહેલા બાબા નારાયણસિંહ અને બાબા રાજસિંહ જેવા નિરંગ શીખ નેતાઓ આંદોલનકારીઓને સંબોધિત કરે છે. કોઇ ઉપદ્રવીઓને શરણ આપવાની વાત કરે છે તો કોઇ હિંસાની ત્યાર પછી એક અન્ય નિહંગ શીખ નેતાએ કહ્યું કે, પંજાબ સામે પંગો લઇને વડાપ્રધાન મોદીએ ભૂલ કરી છે. જો બે શીખો ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દીરા ગાંધીને તેમના જ ઘરમાં મારી શકે તો મોદી શું ચીજ છે. જેણે પણ પંજાબ સામે જોયુ તેને હારવું પડ્યું છે. તેણે એમ પણ કહ્યુ કે એવું ન વિચારતા કે બાબા જોશમાં આમ બોલી ગયા પછી ફરી જશે. હું જે બોલ્યુ છે તે પાળીશ.

જે સમયે આ ઉશ્કરણીજનક ભાષણ અપાઇ રહ્યું હતુ તે વખતે કેટલાય પ્રદર્શનકારીઓ ધરણાં સ્થળની નજીક ખાલિસ્તાન સમર્થક રહેલા જરનૈલસિંહ તીંડરાવાળાના પોસ્ટરો ટ્રેકટર પર લગાવીને આવ્યા હતા. જેવા તિરંગો મંચ પરથી ઉતરીને પાછા ફર્યા એટલે આ ટ્રેકટરો પણ તેમની પાછળ હરિયાણા પાછા જતા રહ્યા હતા.

મંચ પરથી વડાપ્રધાન મોદી વિરૂધ્ધ પહેલા દિવસથી જ અપશબ્દોનો ઉપયોગ થઇ રહ્યો છે. તો મોદી વિરૂધ્ધ આવી ધમકીઓ પણ ઘણી વાર અપાઇ ચૂકી છે. ફરક એટલો છે કે પહેલા આવી ધમકીઓ ભીડમાં સામેલ પ્રદર્શનકારીઓ આપતા હતા અને હવે મંચ પરથી નિહંગ નેતાઓ આપી રહ્યા છે.

(3:48 pm IST)