Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

નવા શ્રમ કાયદાથી રોજગારી ઘટશે

સીઆઇઆઇનું સરકારને કાયદો ૧ વર્ષ ટાળવા સૂચન

નવી દિલ્હી,તા. ૨૪: નવા શ્રમ કાયદાના પ્રાબધાનોથી ચાલતા ઉદ્યોગ જગતમાં નોકરીઓ ઘટવાની ચિંતા સતાવવા લાગી છે. ઉદ્યોગ સંગઠન ભારતીય ઉદ્યોગ પરિસંઘ (સીઆઇઆઇ)એ સરકારને ગત અઠવાડાયીએ મોકલેલ પોતાના સુચનમાં બેઝીક સેલેરીનો ભાગ વધારવાના પ્રસ્તાવને લઇ નોકરીઓ ઉપર અસર જોવા મળી શકે છે.

સીઆઇઆઇ મુજબ નવા વેજ નિયમોમાં ભથ્થાનો ભાગ કુલ સેલેરીમાં ૫૦ ટકાથી વધે રાખવા પ્રસ્તાવ કરાયેલ. જેથી પીએફની સાથે -સાથે ગ્રેચ્યુઅટી પણ એવરેજ ૩૫-૪૦ ટકા વધી શકે છે. જેથી ઇન્ડસ્ટ્રીના સેલેરી બીલમાં વધારો થશે. સાથે જ નિયમ આ હાલતમાં લાગુ થશે તો કંપનીઓએ વધારાની રકમ રાખવી.

ઉપરાંત સીસીઇઆઇએ નિયમોને એક વર્ષ સુધી ટાળવા પણ જણાવ્યું છે. જે અંગે પુરતુ અધ્યયન થવું જોઇએ. નેશનલ હ્યુમન રિસોર્સ કમીટીના ચેરમેન ઉન્નીકૃષ્ણન મુજબ સરકારને આ સમસ્યાની અવગત કરાયેલ છે. વધુ ગ્રેચ્યુઅટીથી કર્મચારી ઉપર કંપનીનું થનાર ખર્ચ વધશે તો અસંગઠીત ક્ષેત્રમાં રોજગારને પ્રોત્સાહન મળશે.

(3:47 pm IST)