Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

પી.એમ. આવાસ યોજના હેઠળ પ૬૦૦૦ આવાસોને કેન્દ્રની મંજુરી

નવી દિલ્હી, તા. ર૪ : કેન્દ્રએ વડાપ્રધાન શહેરી આવાસ યોજના હેઠળ પ૬૩૬૮ મકાનોના નિર્માણને મંજુરી આપી દીધી છે. મંત્રાલયમાં સચિવ દુર્ગાશંકર મિશ્રની અધ્યક્ષતામાં મળેલ કેન્દ્રીય મંજુરી અને તપાસ સમિતિની પ૩ મી બેઠક દરમ્યાન ૧૧ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે આ મંજુરી અપાઇ છે.

નવી મંજુરી સાથે આ યોજના હેઠળ ૪૩ લાખ આવાસોનું નિર્માણ કાર્ય પુરૂ થઇ ચુકયુ઼ છે. જો કે હજુ ૭૩ લાખ આવાસો નિર્માણાધીન છે. બેઠકમાં દુર્ગાશંકર મિશ્રએ યોજનાના અમલીકરણ પર ભાર મુકતા કહ્યું કે બધા રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ યોગ્ય લોકોને આ યોજનાનો લાભ મળે તે સુનિશ્ચત કરવું જોઇએ.

(3:45 pm IST)