Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

દલિત લેબર એક્ટિવિસ્ટ નુદીપ કૌરે કરેલી જામીન અરજીની આજ 24 ફેબ્રુઆરીના રોજ પંજાબ એન્ડ હરિયાણા કોર્ટમાં સુનાવણી : હત્યાનો પ્રયાસ , દંગલ , અને કર્મચારીને ફરજ બજાવવામાં દખલ કરવા બદલ સોનીપત પોલીસે 12 જાન્યુઆરીના રોજ ધરપકડ કરી હતી.

પંજાબ : દલિત લેબર એક્ટિવિસ્ટ નુદીપ કૌરની સોનીપત પોલીસે 12 જાન્યુઆરીના રોજ ધરપકડ કરી હતી.તેના ઉપર ભારતીય દંડ સંહિતાની કલમ 307 (હત્યાનો પ્રયાસ), કલમ 146 (દંગલ), અને કલમ 353 (જાહેર કર્મચારીને ફરજ બજાવવાથી અટકાવવા હુમલો) કરવાનો આરોપ લગાવાયો હતો.

12 જાન્યુઆરીએ તેણે અન્ય 20 લોકો સાથે વેતનની માંગ માટે  કુંડલી ઔદ્યોગિક  ક્ષેત્રમાં દેખાવો કર્યા હતા . ત્યારબાદ પોલીસ સાથે અથડામણ થઈ હતી.

આ અગાઉ કૌરને તેના ઉપરના આરોપો પૈકી  બે આરોપમાં જામીન અપાયા હતા. જો કે, ઉપરોક્ત કેસમાં તેની ધરપકડને ધ્યાનમાં રાખીને તેને જેલમાં જ રહેવું પડ્યું હતું. જેના સંબંધમાં સોમવારે કરાયેલી જામીન અરજી ની સુનાવણી આજ 24 ફેબ્રુઆરીના રોજ પંજાબ એન્ડ હરિયાણા હાઈકોર્ટ હાથ ધરશે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(1:26 pm IST)