Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

પશ્ચિમ બંગાળમાં TMCના કાર્યકરોના બે જૂથ બાખડયા : ફાયરિંગ અને બૉમ્બ બ્લાસ્ટમાં એકનું મોત :ત્રણને ઇજા

કારખાનામાં ટોલ વસૂલવાને લઈને બન્ને જૂથો વચ્ચે વિવાદ હોવાનો ભાજપનો આક્ષેપ

કોલકતા : પશ્ચિમ બંગાળના મિદનાપુરના મકરમપુર વિસ્તારમાં ટીએમસી કાર્યકર્તાઓના બે જૂથો વચ્ચે અંદરોઅંદર બબાલ થતા ફાયરીંગ અને બોમ્બ બ્લાસ્ટ થતા એક યુવાન નું મોત થઈ ગયું છે જ્યારે ત્રણ ને ઇજાઓ થઈ હોવાના અહેવાલ છે, ઘાયલોમાં મિદનાપુર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મકરમપુરના નારાયણગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મંગળવારે રાતે 10 કલાકે ટીએમસીના 4 કાર્યકર્તાઓ રસ્તાના કિનારે બેઠા હતા,તે દરમિયાન તેમના પર ફાયરિંગ થયું હતું ગોળી વાગવાથી ટીએમસીના 28 વર્ષીય સૌવિક દલાઈ નામના કાર્યકર્તાનું મોત થયુ હતુ. ભાજપના જિલ્લાધ્યક્ષ સમિત દાસે કહ્યું કે આજે નારાયણગઢ વિધાનસભા વિસ્તારમાં મકરમપુરમાં થયેલી ઘટના રાજકીય નથી પરંતુ ટીએમસીના જ બે જૂથ ના આંતરીક ડખ્ખા ના કારણે થઈ છે જેમાં અહીં આવેલા કારખાનામાં ટોલ વસૂલવાને લઈને બન્ને જૂથો વચ્ચે વિવાદ ચાલતો હોવાથી આ ઘટના બની છે

(12:07 pm IST)