Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

૪૩ ટકા ફ્રન્ટલાઇન વર્કર્સને અપાઇ ગયો પ્રથમ ડોઝ

કોરોના રસીકરણ અભિયાન પુરજોશમાં અમુક રાજયમાં બીજો ડોઝ પણ અપાયો

નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર, પંજાબ સહિત કેટલાક રાજયોમાં કોરોનાના વેસો વધતા જાય છે. આના લીધે કેન્દ્ર સરકારની પરેશાનીઓ વધી રહી છે. આ દરમ્યાન, કોરોના રસીકરણ અભિયાન ઝડપી બનાવવાનું કામ શરૂ થઇ ગયું છે. દેશમાં ૪૨ ટકા ફ્રંટલાઇન વર્કર્સને કોરોના રસીનો પહેલો ડોઝ અપાઇ ચૂકયો છે. તો ૨ ફેબ્રુઆરી પછીથી નવ રાજયોમાં ૬૦ ટકાથી વધારે ફ્રન્ટલાઇન વર્કર્સને રસીનો પહેલો ડોઝ આપી દેવાયો છે.

બીજી તરફ, જેમને કોરોના રસીનો પહેલો જ ડોઝ આપ્યાને એક અઠવાડીયાથી વધારે સમય થઇ ગયો છે. તેમાંથી ૬૩ ટકાને ગઇકાલ સુધીમાં બીજો ડોઝ આપી દેવાયો છે. ઉલ્લેખનિય છે કે દેશમાં કોરોના રસીકરણ અભિયાન ૧૬ જાન્યુઆરીથી શરૂ થયુ હતું. મંગળવારે સાંજ સુધીમાં ૧.૨ કરોડ ફ્રન્ટલાઇન વર્કર્સને કોરોના રસીનો પહેલો ડોઝ આપી દેવાયો છે.

માહિતી અનુસાર, લગભગ ૧૩.૨  લાખ હેલ્થવર્કસને રસીનો બીજો ડોઝ અપાઇ ચૂકયો છે. દસ રાજયો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં કોરોના રસીકરણ અભિયાન બહુ સારી રીતે ચાલી રહ્યું છે. તેમાં હિમાચલ પ્રદેશ, લદાખ, તેલંગણા, ગુજરાત અને ત્રિપુરા સામેલ છે. અહીં ૭૫ ટકાથી વધારે હેલ્થ વર્કર્સને રસીનો બીજો ડોઝ પણ આપી દેવાયો છે.

(10:55 am IST)