Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

આજે ચુંટણી પંચની મહત્વની બેઠક

૫ રાજયોની વિધાનસભા ચુંટણી અંગે નિર્ણય લેવાશે

નવી દિલ્હી, તા.૨૪: ૫ રાજયોમાં એપ્રિલ- મેમાં થનારી વિધાનસભા ચૂંટણીને લઈને આજે બેઠક થવાની છે.આ બેઠકમાં ચૂંટણી પંચ આગામી વિધાનસભા ચૂંટણીની તારીખો નક્કી કરી શકે છે. આજે સવારે ૧૧ વાગે થનારી આ ચૂંટણી પંચની બેઠકમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓને અંતિમ રુપ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે એપ્રિલ- મેમાં પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, આસામ અને કેન્દ્રશાસિત પ્રદેશ પોન્ડિચેરીમાં ચૂંટણી થવાની છે. બુધવારે થનારા આ મહત્વની બેઠક બાદ ચુંટણી આયોગ જલ્દી જ ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરશે.

ઉલ્લેખનીય છે કે કોવિડ ૧૯ મહામારીની વચ્ચે થવા જઈ રહી છે. આ રાજયોમાં ચૂંટણીને લઈને આયોગ પહેલાથી સતર્ક છે. આ માટે પહેલા જ અનેક દોરની બેઠકો થઈ ચૂકી છે. આ ઉપરાંત આયોગની ટીમોને સંબંધિત રાજયોની અનેક વાર મુલાકાત કરી છે. જો કે કેરળમાં ઝડપથી વધતા કોરોના વાયરસના મામલામાં આયોગની ટેન્શન વધારી દીધી છે. કેરળમાં જે રીતે કોરોના દિવસેને દિવસે વધી રહ્યો છે. તેનાથી ચૂંટણી પંચને પોતાના ચૂંટણી મેનેજમેન્ટ પર એકવાર ફરી વિચાર કરવા પર મજબૂર કર્યુ છે.

કેરળમાં સામાન્ય રીતે એક ચરણમાં ચૂંટણી થઈ શકે છે પરંતુ વધતા મામલાને જોતા કોવિડ સંબંધી નિયમોનું પુરી રીતે પાલન થાય તેવામાં ફેરફાર પણ કરી શકાય છે. આયોગ આ સંબંધમાં એક બેઠક કરી ચૂકયા છે. ચૂંટણી પંચની ટીમના ૧૨ થી ૧૫ ફેબ્રુઆરી સુધી કેરળનો પ્રવાસ કર્યો હતો. મુખ્ય ચૂંટણી આયુકત અને બીજા ચૂંટણી આયુકતે આ દરમિયાન રાજનીતિક દળોના પ્રતિનિધિયોની સાથે વાત કરી હતી. તમામ દળોના લોકોએ ચૂંટણી પંચના એક ચરણમાં મતદાન કરવાની માંગ કરી હતી. લેફ્ટ, કોંગ્રેસ, ભાજપ અને બાકીના દળોએ પણ એક ચરણમાં મતદાનની માંગ કરી છે.

ત્યારે આસામમાં ૧૮-૨૦ જાન્યુઆરી દરમિયાન આયોગે પ્રવાસ કર્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતુ કે સમીક્ષા માટે આયોગ ૧૬ ફેબ્રુઆરીના રાજયનો પ્રવાસ કરી ચૂકયા છે. અધિકારી આ ઉપરાંત પશ્ચિમ બંગાળનો પ્રવાસ કરી ચૂકયા છે. ત્યારે કેરળની સાથે સાથે આયોગની ટીમે તમિલનાડુ અને પોન્ડિચેરીની સ્થિતિની પણ સમીક્ષા કરી હતી.

(10:53 am IST)