Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

હવે 5 રાજ્યોના વિધાનસભા ચૂંટણી કાર્યક્રમને અંતિમરૂપ ચૂંટણી પંચ: કાલે બોલાવી બેઠક ચૂંટણી પંચ જલદી ચૂંટણી તારીખોની જાહેરાત કરી દેશે

નવી દિલ્હીઃ પાંચ રાજ્યો પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, અસમ, પુડુચેરી, અને કેરલ) માં યોજાનાર વિધાનસભા ચૂંટણી ની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. ચૂંટણી પંચે 24 ફેબ્રુઆરી એટલે કે બુધવારે સવારે 11 કલાકે બેઠક બોલાવી છે. તેમાં પાંચ રાજ્યોમાં યોજાનાર વિધાનસભા ચૂંટણી કાર્યક્રમને અંતિમ રૂપ આપવામાં આવશે.

ચૂંટણી પંચે ચાર રાજ્યો પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, અસમ, કેરલ અને એક કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરીમાં વિધાનસભાચૂંટણીની તૈયારીનું માળખુ તૈયાર કરી લીધું છે. આયોગે બુધવારે સવારે બેઠક બોલાવી છે. જાણવા મળી રહ્યું છે કે આ બેઠકમાં પાંચ રાજ્યોના ચૂંટણી કાર્યક્રમને અંતિમ રૂપ આપવામાં આવશે. ત્યારબાદ ચૂંટણી પંચ જલદી ચૂંટણી તારીખોની જાહેરાત કરી દેશે. 

(9:17 am IST)