Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

સાંસદ મોહન ડેલકરની આત્મહત્યા મામલે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો: ફોરેન્સિક રિપોર્ટની જોવાતી રાહ

દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરની આત્મહત્યા કેસમાં પોલીસ ઉંડી તપાસમાં લાગી ગયું છે. મોહન ડેલકરનો મૃતદેહ સોમવારે મુંબઇની સી ગ્રીન હોટલમાં પંખા પરથી લટકતો મળ્યો હતો.આ કેસમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટની પહેલી તપાસમાં મોતનું કારણ ગળામાં શ્વાસ રૂંધાવાથી કહેવાય છે. જો કે ફોરેન્સિક રિપોર્ટ આવવા પર જ મોતનું કારણ ખબર પડી જશે. મોહન ડેલકરના મોતની તપાસ મુંબઇ પોલીસના IPSના નેતૃત્વમાં થઇ રહી છે જે સીધા ઉચ્ચ અધિકારીઓના સંપર્કમાં રહેશે.

પોલીસ આ સુસાઇડ નોટની પણ તપાસ કરી રહ્યું છે. પોલીસના મતે આ સુસાઇડ નોટ પરથી લાગે છે કે મોહન ડેલકર ઘણા દિવસથી પરેશાન હતા. તેમણે રાજકીય રીતે ઉપેક્ષાનો શિકાર બન્યાની વાતનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે. પોતાના સમર્થકો, પરિવારના લોકોની માફી માંગવાની સાથે આ મોટું પગલું ભરવા પાછળ તેમણે કેટલાંય લોકોને જવાબદાર ગણાવ્યા છે.

આ સિલસિલામાં અંદાજે 30 થી 35 લોકોના નામનો પણ ઉલ્લેખ કર્યો છે. દાદરા નગર હવેલીના કેટલાંય અધિકારી, અલગ રાજકીય પક્ષના નેતાઓના નામનો પણ આ સુસાઇડ નોટમાં ઉલ્લેખ છે. મામલો ગંભીર હોવાના કારણે મોહન ડેલકરના પત્રમાં લખેલા તથ્યો અંગે મુંબઇ પોલીસ, સ્થાનિક પ્રશાસનથી માહિતી લાવવાની કોશિષ કરી રહ્યા છે. પાછલા દિવસોમાં મોહન ડેલકરના સમર્થક અને કાર્યકર્તા દાદરા નગર હવેલીમાં કેટલાંય પ્રકારની બાબતમાં દોષિત ગણાવ્યા હતા. તેનાથી સાંસદ દુ:ખી હોવાની આશંકા છે.

મોહન ડેલકર 1989થી દાદરા નગર હવેલી લોકસભા ક્ષેત્રથી સાંસદ છે. તેમણે વર્ષ 2009માં કોંગ્રેસ પાર્ટી જોઇન કરી લીધી હતી. પરંતુ 2019ની લોકસભા ચૂંટણીમાં તેમણે પાર્ટી છોડી દીધી અને અપક્ષ ઉમેદવાર તરીકે ઉતર્યા અને ફરીથી જીતી ગયા.

(12:36 am IST)