Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

દેઓલ પરિવારને પંજાબમાં શૂટિંગ નહિ કરવા દેવાની વાત પર ધર્મેન્દ્રએ કહ્યું- અમે સેન્ટરમાં વાત કરી પણ બની નહીં

પંજાબના ખેડૂતોએ દેઓલ પરિવાર પર ગુસ્સો વ્યક્ત કર્યો : ધર્મેન્દ્રએ કહ્યું- મજબૂરી સમજો મારી

આંદોલનમાં મુખ્યરીતે પંજાબ અને હરિયાણાના ખેડૂત સામેલ છે. પંજાબની માટીથી જોડાયેલા એક્ટર ધર્મેન્દ્ર પણ ગત મહિને ખેડૂતો પ્રત્યે પોતાની સહાનુભૂતિ અને સમર્થન અપાવ્યું હતું. પરંતુ તે ખેડૂત આંદોલનને લઇને વધુ બોલતા નજરે આવ્યા છે.

તેમની આ ચુપ્પી કોઇ ખેડૂત આંદોલન સમર્થકોને ખટકી રહી છે જેના પર તેમણે ગત મહિને નારાજગી પણ વ્યક્ત કરી હતી. હવે હાલમાં ધર્મેન્દ્રએ એક એવો વીડિયો શેર કર્યો છે જેના પર એક યૂઝરે તેમને ટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો. આના પર ધર્મેન્દ્રએ પણ યૂઝરને તાત્કાલિક જવાબ આપ્યો છે.

ધર્મેન્દ્રએ પોતાના ફોટોઝનો એક વીડિયો બનાવીને તેના પર એક શેર પોસ્ટ કર્યો છે. જેમાં તેમણે લખ્યું 'સુમૈલા, ઇસ બે-જાં ચાહત કા હકદાર...મેં નહીં... માસૂમિયત હૈ સબકી... હંસતા હૂં હંસાતા હૂં...પરંતુ ઉદાસ રહેતા હૂં... ઇસ ઉમ્રમેં કર કે બે-દાખિલ... મુજે મેરી ધરતી સે... દે દિયા સદમા... મુજે મેરે અપનોને...'

એક્ટરના આ શબ્દો પર એક યૂઝરે ખેડૂત આંદોલનમાં સામેલ ખેડૂતોના ફોટોઝ શેર કરીને લખી દીધું, 'યે થે આપકે અપન...જો અપને હક કે લીયે અભી ભી લડ રહે હે ઓર રોજ કઇ મર રહે હે.. પર અફસોસ આજે આપકે અપને યે નહીં કોઇ ઓર હે.'

યૂઝરની વાત પર ધર્મેન્દ્રએ સ્પષ્ટતા કરતા કહ્યું કે, પૈરી...આ ખુબ દુખદાયી છે. તમે નથી જાણતા અમે સેન્ટરમાં કોને કોને શું શું કહ્યું છે પરંતુ વાત ન બની. બહુ દુઃખી છીએ અમે... પ્રાર્થના કરું છું કોઇ ઉકેલ જલ્દી નીકળી આવે... ધ્યાન રાખો... આપ સૌને પ્યાર. તેમણે વધુ એક ટ્વિટચ કરતા યૂઝરે તેમની મજબૂરી સમજવાની અપીલ કરી.

કે, પંજાબના અનેક ખેડૂતોએ થોડા સમય પહેલા ધર્મેન્દ્ર સહિત સમગ્ર દેઓલ પરિવારને પંજાબ અને હરિયાણામાં શૂટિંગ ન કરવા દેવાની વાત કહી હતી. ખેડૂતોની માનીએ તો દેઓલ પરિવારના ત્રણ સભ્ય ભાજપના નજીકના છે. એક તરફ સની દેઓલ અને હેમા માલીની સાંસદ છે ત્યારે ધર્મેન્દ્ર પણ સરકાર પ્રત્યે નરમ રહે છે.

(9:14 am IST)
  • હૈકરોએ ઝારખંડના પૂર્વ રાજ્યપાલને બનાવ્યા નિશાન : ઈ-મેલ હૈક કરીને લોકો પાસે માંગી રકમ : પોલીસ તપાસ શરૂ :હૈંકરોએ પૂર્વ ગવર્નર -પૂર્વ કેબિનેટ સચિવ પ્રભાતકુમારનો ઈમેલ આઈડી હૈક કરીને તેના કેટલાય પરિચિતો પાસેથી પૈસા મંગાવ્યા : પૂર્વ રાજ્યપાલ પ્રભાતકુમારે નોઈડા થાના સેક્ટર -39માં ફરિયાદ દાખલ કરતા પોલીસે તપાસ હાથ ધરી access_time 12:23 am IST

  • દેશમાં કોરોનાના ધીમીગતિએ વધતા કેસ :રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 13,462 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,10,29,326 થઇ :એક્ટિવ કેસ 1,44,027 થયા: વધુ 13,659 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,07,24,146 થયા :વધુ 100 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,56,598 થયા access_time 9:01 am IST

  • મધ્યપ્રદેશમાં પણ કોરોનાના કહેરનો ખતરો : મહારાષ્ટ્ર બોર્ડરના જિલ્લામાં એલર્ટ : આરોગ્યમંત્રીએ જિલ્લા ક્રાઈસીસ મેનેજમેન્ટ ગ્રુપ સાથે બેઠક કરી :કોરોના ગાઈડલાઇનનું ચુસ્ત પાલન કરાવવા આદેશ : મહારાષ્ટ્રથી આવનાર પ્રવાસીઓને થર્મલ સ્ક્રીનિંગ કરાશે : મોટા મેળાવડા સહિતના આયોજન પર રોક લગાવાઈ access_time 11:20 pm IST