Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

ટ્રમ્પને 5 પુત્રો-પુત્રી અને 8 બાળકોના દાદા-નાના : જાણો કેટલો વિશાળ છે ડોનાલ્ડ ટ્રમ્પનો પરિવાર

 

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને વિશ્વના સૌથી શક્તિશાળી રાષ્ટ્રપતિ તરીકે ઓળખવામાં આવે છે. ટ્રમ્પ બે દિવસ માટે ભારતની મુલાકાતે છે. આ બે દિવસમાં ટ્રમ્પ ઘણા કાર્યક્રમોમાં ભાગ લેશે. અમેરિકાની ફર્સ્ટ લેડી મેલાનીયા ટ્રમ્પ પણ ટ્રમ્પ સાથે આવી છે. ટ્રમ્પ તેના પરિવારને ખૂબ ચાહે છે અને ખૂબ જ પારિવારિક વ્યક્તિ છે

ટ્રમ્પનો પરિવાર ખૂબ મોટો છે. ટ્રમ્પને  5 બાળકો છે જેમાં - 2 પુત્રી અને 3 પુત્રો છે તેણે ત્રણ લગ્નો કર્યા છે.ટ્રમ્પના તમામ બાળકોના લગ્ન થઇ ચુક્યા છે અને તેઓ 8 બાળકોના દાદા-નાના છે 

ડોનાલ્ડ ટ્રમ્પે પ્રથમ લગ્ન 1977 માં ઇવાના ટ્રમ્પ સાથે કર્યા હતા. બંનેના ત્રણ બાળકો છે - ઇવાન્કા ટ્રમ્પ, ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર અને એરિક ટ્રમ્પ. ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇવાના 1991 માં એકબીજાથી અલગ થયા હતા.

  આ પછી ડોનાલ્ડ ટ્રમ્પે 1993 માં માર્લા મેપલ્સ સાથે લગ્ન કર્યા. જો કે, તેમના લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા નહીં અને માર્લા અને ટ્રમ્પ 1999 માં છૂટા પડ્યા. ટિફની ટ્રમ્પ નામની બંનેની એક પુત્રી છે.

  બે વખત લગ્ન કર્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે મેલેનિયા ટ્રમ્પ સાથે ત્રીજા લગ્ન કર્યા. વ્યવસાયે મોડેલ મેલાનીયા અને ડોનાલ્ડ ટ્રમ્પનો એક પુત્ર છે જેનું નામ બેરોન ટ્રમ્પ છે

   ડોનાલ્ડ ટ્રમ્પ તેમની પુત્રી ઇવાંકા ટ્રમ્પને ખુબ જ પ્રેમ કરે છે. ઇવાન્કા ટ્રમ્પ અને તેના પતિ જેરેડ કુશનર વ્હાઇટ હાઉસના સલાહકારો છે જેરેડ અને ઇવાન્કા પણ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે ભારતની મુલાકાતે છે

   ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર ટ્રમ્પનો મોટો પુત્ર છે. ટ્રમ્પ જુનિયર એક ઉદ્યોગપતિ છે અને એક રિયાલિટી ટીવી પર્સનાલિટી પણ છે. ટ્રમ્પની પત્નીનું નામ ઇવાના છે. ટ્રમ્પ જુનિયરના પાંચ બાળકો છે.

એરિક ટ્રમ્પ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇવાનાના પુત્ર છે. એરિક ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશન સંસ્થાના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ છે. એરિકે લારા સાથે લગ્ન કર્યા છે અને તેના 2 બાળકો છે.

ટિફની, મરલા અને ડોનાલ્ડ ટ્રમ્પના એકમાત્ર સંતાન છે. ટિફની બિઝનેસ ટૂ પ્લાનની ચૂંટણીમાં તેના પિતા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

બેરોન ટ્રમ્પ યુએસ પ્રમુખ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલાનીયા ટ્રમ્પના પુત્ર છે. બેરોન ઘણી વખત તેના પિતા સાથે ચૂંટણી પ્રચારમાં પણ જોવા મળ્યો હતો.

(1:20 am IST)