Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

દિલ્લી હિંસામા ૩૭ પોલીસ કર્મી ઘાયલઃ એક પોલીસ કર્મી.નુ મોતઃ એસ.પી., ડી.સી.પી. હોસ્‍પીટલમાં દાખલ

            નવી દિલ્લીઃ  ઉતર પૂર્વી દિલ્લી જાફરાબાદ અને મોજપુર  વિસ્‍તારોમાં સંશોધિત નાગરિકતા કાનુનને લઇ થયેલ અથડામણમા  દિલ્લી પોલીસના એક હેડ કોન્‍સ્‍ટેબલનુ મોત થયુ જયારે પોલીસ ઉપાયુકત ઘાયલ થયા. સીએએ સમર્થક અને વિરોધી પ્રદર્શનકારીઓના એક બીજા પર પથ્‍થરમારો કર્યો અને પછી ઘરો, સ્‍કૂલો અને વાહનોને આગ લગાવી. આ ઉપરાંત ચાંદબાગ અને ભજનાપુરા વિસ્‍તારોમાં પણ સીએએ વિરોધીઓ અને સમર્થક વચ્‍ચ્‍ે હિંસાબી ખબરો છે. આ વિસ્‍તારમાં હિંસાનો આ બીજો દિવસ છે.

આ વચ્‍ચે ગોકલ પુરી સહાયક પોલીસ આયુકત કાર્યાલયના કોન્‍સ્‍ટેબલ રતનલાલનુ મોત થયુ, જયારે  શાહદરાના પોલીસ ઉપાયુકત અમિત શર્મા સહિત પોલીસ કમી. પ્રદર્શનકારીઓને કાબુ કરવા પર ઘાયલ થઇ ગયા.

પોલીસએ ઉતર પૂર્વી દિલ્લી હિંસા પ્રભાવિત વિસ્‍તારોમાં ધારા ૧૪૪ લાગૂ કરી છે. મોજપુરમા  ભારે પથ્‍થરમારો થયો જયારે જાફરાબાદમા લાઠીચાર્જ કરવામાં આવ્‍યો. મોજપુર ભજનપુરામા દુકાનો અને ઘરોમા તોડફોડ કરી આગ લગાવવામા આવી.

(11:46 pm IST)