Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

દિલ્લીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદીયાએ લોકોને શાંતિ જાળવવા અપીલ કરી

નવી દિલ્લીઃ  મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલએ ઉપરાજયપાલ અનિલ બૈજલ અને કેન્‍દ્રીય ગૃહ મંત્રી અમીત શાહને દિલ્લીમાં શાંતિ વ્‍યવસ્‍થા બહાર કરવાની અપીલ કરી છે. ટવિટ કરી એમણે કહ્યું કે દિલ્લીમાં શાંતિ અને સદભાવ બની રહે આના માટે કોઇએ કાનુનને હાથમા લેવાની ઇજાજત ન હોવી જોઇએ.

અરવિંદ કેજરીવાલએ કહ્યું કે એમણે આ  સંબંધમા રાજયપાલ સાથે વાત કરી છે. એલજીએ ભરોસો આપ્‍યો છે કે  સ્‍થળ પર પોલીસ ફોર્સ મોકલવામા આવી છે. હિંસામા સામેલ હોવા વિરૂદ્ધ  કડક કાર્યવાહી કરવામા આવશે.  કેજરીવાલએ લોકોને શાંતિની અપીલ કરતા કહ્યું છે કે  હિંસાથી કોઇ સમાધાન નહી નીકળે.

આ બાજુ ડેપ્‍યુટી સીએમ મનિષ સીસોદીયાએ  પણ  લોકોને શાંતિ બનાવી રાખવાની  અપીલ કરી કે શા઼તિ બનાવી રાખે હિંસામા બધાને નુકસાન છે.

(11:36 pm IST)