Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

હિંસાને જોતા ઉદ્યોગ ભવન, પટેલ ચોક કેન્‍દ્રીય સચિવાલય અને જનપથથી મેટ્રો સ્‍ટેશનના એન્‍ટી અને એગ્‍જિટ દરવાજા બંધ

ઉતર પૂર્વી દિલ્લીના જાફરાબાદ અને મોજપુર વિસ્‍તારોમાં પ્રદર્શનકારીઓએ ઓછામા ઓછા બે ઘરોમા આગ લગાવી દીધી, જેનાથી તનાવ વધી ગયો છે. આ વિસ્‍તારોમાં સોમવારના સતત બીજા દિવસે સીએએ સમર્થક અને વિરોધી સમૂહો વચ્‍ચે અથડામણ થઇ હતી. પ્રદર્શનકારીઓએ એક બીજા પર પથ્‍થરમારો કર્યો પોલીસએ પ્રદર્શનકારીઓને વિખેરવા માટે અશ્રુગેસના ગોળા છોડયા.

પોલીસે સમુહોને શાંત કરવાનો પ્રયાસ કર્યો અધિકારીઓના અનુસાર પ્રદર્શનકારીઓએ વિસ્‍તારમાં લાગેલી આગ બુઝાવતા સમયે ફાયર બ્રિેગેડની એક ગાડીને પણ   નુકસાન પહોંચાડયું. દિલ્લી મેટ્રોના વિસ્‍તારમા તનાવ વચ્‍ચે જાફરાબાદ અને મોજપુર-બાબરપુર સ્‍ટેશનો પર પ્રવેશ અને નિકાસ દ્વાર બંધ  કરી દીધા.  ડીએમઆરસીએ ટવિટ કર્યુ  જાફરાબાદ તથા મોજપુર-બાબરપુર મેટ્રો સ્‍ટેશનના આવક જાવકના દરવાજા બંધ કરી દીધા.  આ સ્‍ટેશનો પર ટ્રેન નહી રોકાય. જાફરાબાદ મેટ્રો સ્‍ટેશનના પ્રવેશ અને નિકાસ દ્વારો છેલ્લા ર૪ કલાકથી બંધ છે. 

(11:16 pm IST)