Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

રાષ્ટ્રપતિ ભવનમાં ડોનાલ્ડ ટ્રમ્પ માટે આયોજીત ડિનર સમારોહનો કોંગ્રેસે દ્વારા બહિષ્કાર કરાયો

સોનિયા ગાંધીને ન બોલાવવાના વિરોધમાં કોંગ્રેસના તમામ નેતાઓએ ડિનરનાબોયકોટની જાહેરાત કરી

નવી દિલ્હીઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સન્માનમાં અપાનારા રાષ્ટ્રપતિ ભવનના ડિનર કાર્યક્રમનો કોંગ્રેસ પાર્ટીએ બાયકોટ કર્યો છે. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે રાષ્ટ્રપતિ કાર્યાલયને ફોન કરીને ડિનરમાં ન સામેલ થવાની જાણકારી આપી છે. આ પહેલા લોકસભામાં કોંગ્રેસના નેતા તથા સાસંદ અધીર રંજન ચૌધરી અને રાજ્યસભા સાસંદ ગુલામ નબી આઝાદે પણ ડિનર કાર્યક્રમમાં જવાની ના પાડી છે.

      રાષ્ટ્રપતિ ભવનથી કોંગ્રેસના આ ત્રણ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. મનમોહન સિંહને પૂર્વ વડાપ્રધાનને કારણે નિમંત્રણ આપવામાં આવ્યું હતું. સોનિયા ગાંધીને ન બોલાવવાના વિરોધમાં કોંગ્રેસના તમામ નેતાઓએ ડિનરના બાયકોટની જાહેરાત કરી છે. સૂત્રો પ્રમાણે, ગુલામ નબી આઝાદે પહેલા ડિનરમાં આવવા પર સહમતિ આપી હતી, પરંતુ હવે તેમણે પણ આવવાની ના પાડી દીધી છે.
    સૂત્રો પ્રમાણે, 2004થી લઈને 2014 વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા કે ફરી કોઈપણ દેશના વિદેશી મહેમાનના સન્માનમાં આપવામાં આવેલા ડિનરમાં તે સમયે ભાજપના અધ્યક્ષને બોલાવવામાં આવ્યા નહતા. મહત્વનું છે કે આ દરમિયાન રાજનાથ સિંહ અને નિતિન ગડકરીના હાથમાં ભાજપની કમાન હતી.

કોંગ્રેસે કરી પરંપરાની શરૂઆત
 

       રાજકીય વિશ્લેષકોનું માનીએ તો સોનિયા ગાંધીને 2015માં ઓબામાના ડિનરમાં તે માટે બોલાવવામાં આવ્યા નહતા, કારણ કે તે સમયે પ્રણવ મુખર્જી રાષ્ટ્રપતિ હતા અને તેમને કોંગ્રેસ સાથે જૂનો નાતો હતો. રાષ્ટ્રપતિ કોઈને પણ આમંત્રણ આપી શકે છે, પરંતુ વિપક્ષી પાર્ટીના અધ્યક્ષને રાષ્ટ્રપતિના ડિનર પ્રોગ્રામમાં ન બોલાવવાની પરંપરાની શરૂઆત કોંગ્રેસે કરી હતી, જેને આજે ભાજપે જારી રાખી છે

(10:38 pm IST)